આંબલિયાસણમાંથી પસાર થઈ રહેલ કેનાલમાં સર્જેલા માટીના અવરોધના લીધે આગળ પાણી જતું નથી તો છોડવામાં આવેલ પાણી અવરોધના પહેલાના ભાગમાં ભરાવો થતાં લોકોને ખેતરમાં ફેલાઈ રહ્યા છે. જેના લીધે મુલસણ થી ભાસરિયા હાઇવે સુધીની કેનાલમાં રવિ સીઝનમાં પાક માટે પાણી કેમ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડવું તેવી સમસ્યા સર્જાઈ છે. મહેસાણા તાલુકાના આંબલિયાસણ માંથી કેનાલ પસાર થઈ રહી છે અને જેમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ સીઝનમાં વાવેતર માટે ખેડૂતોને પાણી આપવામાં આવતા મોટો લાભ મળી રહ્યો છે ,
ત્યારે રેલ્વે ના કામકાજ દરમિયાન પાણી જવાના વર્ષો જૂનો માર્ગમાં માટીના ઢગલાના લીધે પાણી પાણી પુરતા પ્રમાણમાં જતું નથી જેના લીધે અત્યારે હાલમાં રવિ સીઝનના પાક માટે છોડવામાં આવેલ રેલ ગરનાળાની નીચે પાણી વેડફાઈ રહ્યુ છે તેમજ ચલુવા તરફ ના ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે.
તો આંબલિયાસણ સ્ટેશન થી ભાસરિયા સુધીનો ૨ કિમીના એરિયામાં આવેલ ખેડૂતોનો પાણી નહિ પહોંચતા પાકના વાવેતર માટે પરિસ્થિતિ કફોડી બની છે, આમ પાણીના નિકાલના અવરોધને લીધે આગળ પાણી મળતું નથી, અને છોડવામાં આવેલ પાણી પણ બંધ કરી દેવામાં આવતા ચલુવા, જેતલપુર સહિતના ગામના ખેડૂતોનો પણ પાણીનો લાભ મળી નથી રહયો. પાકના વાવેતર સમયે ઉકેલ લાવવા માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.