મારામારી:વિજાપુરના તાતોસણમાં રેતી કપચીના સામાન મુદ્દે ઝઘડો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને મારવા બદલ પતિ-પત્ની સામે ગુનો

વિજાપુર તાલુકાના તાતોસણ ગામના ઠાકોર વાસમાં રસ્તામાં પડેલા રેતી કપચીના સામાન બાબતે ઠપકો આપવાની અદાવત રાખીને પતિ-પત્નીએ યુવકને પાઈપ અને ટોકરથી માર મારતા વિજાપુરમાં પ્રાથમિક સારવાર આપીને હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો. વિજાપુર પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધ્યો હતો.

ઠાકોરવાસમાં રસ્તામાં પડેલા રેતી કપચીના સામાન બાબતે ગામના વિનોદ પટેલે ભરતજી ઠાકોરને સમજાવતા તેણે ઉશ્કેરાઈ જઈ ભૂપતજી ઠાકોરને તું વિનોદ પટેલને મારા વિશે કેમ ચઢામણી કરે છે? કહીને લોખંડની પાઈપ મારી હતી. તેની પત્ની લીલાબેને ટોકર માર્યુ હતુ. તેથી ભૂપતજી ઠાકોરને ઈજાઓ પહોંચતા વિજાપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને હિંમતનગરની સિવિલમાં ખસેડાયો હતો. વિજાપુર પોલીસે તાતોસણના ભરતજી ફતાજી ઠાકોર અને તેની પત્ની લીલાબેન સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...