તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા વનવિભાગની કાર્યવાહી:સિંહના નખ સાથે કેટલાક શખ્સોને પકડ્યા હોવાની ચર્ચા; હૈદરીચોક પાસેની RFOની કચેરીમાં મોડી રાત સુધી કાર્યવાહી ચાલી

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વન વિભાગે ઓફિસના દરવાજે તાળું મારી દીધું હતું. - Divya Bhaskar
વન વિભાગે ઓફિસના દરવાજે તાળું મારી દીધું હતું.
  • મહેસાણા ડીએફઓ અને આરએફઓનો મીડિયાને માહિતી આપવા ઈન્કાર

મહેસાણા શહેરમાંથી બુુધવારે રાત્રે વન વિભાગે સિંહના નખ સાથે કેટલાક શખ્સોને પકડ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. પકડાયેલા શખ્સોને હૈદરીચોક પાસેની આરએફઓ કચેરીમાં રાખીને પૂછપરછ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાના પગલે ડીએફઓ રેણુંકાબેન દેસાઈ તેમજ સાબરકાંઠા વન વિભાગના અધિકારી પણ આરએફઓ કચેરી પર પહોંચી ગયા હતા. આ ઘટના મામલે મહેસાણા આરએફઓ આર.કે. ચૌધરીને પૂછતાં તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આરએફઓની કચેરીના કેમ્પસમાં માહિતી લેેવા માટે પહોંચેલા મીડિયા કર્મીઓને કેમ્પસની બહાર નીકળી જવા કહી તોછડાઈભર્યુ વર્તન કર્યું હતું.

જ્યારે ડીએફઓ રેણુંકાબેન દેસાઈને ફોન કરતાં તેમણે રિસીવ કરવાનું ટાળ્યું હતું. ત્યારે સિંહના નખ સાથે પકડેલા શખ્સોની માહિતી છુપાવવા પાછળ વન વિભાગનો શું ઈરાદો છે તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વન વિભાગે રાત્રે 11.20 કલાક સુધી માહિતી આપવાનો ઈન્કાર કરી કચેરીમાં પ્રવેશ કરવા ઉપર મનાઈ ફરમાવી હતી, જ્યારે બીજીબાજુ જેને પકડ્યા છે તેમના સંબંધીઓને કચેરીમાં પ્રવેશ અપાતાં વન વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...