આદેશ:જિલ્લા પંચાયતમાં 11 કરોડના કામોની ચર્ચા માત્ર 15 મિનિટમાં પૂરી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં 15 મા નાણાપંચના ~111.46 કરોડ પૈકી ~11.46 કરોડ ફાળવાયાં
  • જિ.પં.ના સદસ્યોને 7 દિવસમાં કામોની યાદી તૈયાર કરી પ્રમુખને સોંપવા આદેશ કરાયો

15 મા નાણાપંચ હેઠળ જિલ્લામાં વિકાસ કાર્યો કરવા વર્ષ 2020-21 ના રૂ.111.46 કરોડની ગ્રાન્ટ ફાળવતાં સોમવાર બપોરે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી હતી. જેમાં માત્ર 15 મિનિટમાં કુલ ગ્રાન્ટના 10% લેખે રૂ.11.14 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કઇ રીતે કરી શકાશે તે અંગે સદસ્યોને સમજ આપી સભા સમેટી લેવાઇ હતી. તેમજ સદસ્યોના સૂચિત કામોની યાદી આગામી 7 દિવસમાં પ્રમુખને સોંપવા આદેશ કરાયા હતા.

જિલ્લા પંચાયત ખાતે સોમવાર બપોરે 2 કલાકે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. પ્રમુખ અને ડીડીઅોના અધ્યક્ષ સ્થાને મળેલી અા બેઠકમાં 15 મા નાણાપંચના કામોને લઇ સદસ્યોને માર્ગદર્શન અપાયું હતું. રૂ.111.46 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જેમાં 70% હિસ્સો ગ્રામ પંચાયતોનો, 20% હિસ્સો તાલુકા પંચાયતોનો અને 10% હિસ્સો જિલ્લા પંચાયતને મળશે.

કુલ ગ્રાન્ટના 50% લેખે રૂ.55.73 કરોડ ટાઇડ અેટલે સરકારે સૂચવેલા ગટર, પાણી અને સફાઇના કામો પાછળ ખર્ચવાના રહેશે. બાકી રહેતી ગ્રાન્ટના 50% લેખે રૂ.55.73 કરોડ અનટાઇડ કામો પાછળ ખર્ચી શકાશે. અેટલે કે, ગ્રામ પંચાયતની માંડી જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સુચવેલા કામો હાથ ધરાશે. અનટાઇડ કામોમાં માળખાગત વિકાસ, પાણી પુરવઠા, સફાઇ, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, સામાજીક સુરક્ષા અને સામજીક ન્યાય, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન અને કૃષિ, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યદ્યોગ પાછળ ખર્ચ કરી શકાશે.

જિ.પં. સદસ્યોના વિસ્તારોમાં વિકાસ કામો માટે સદસ્ય દીઠ રૂ.25 લાખની મર્યાદામાં કામોની યાદી તૈયાર કરવા સૂચન કરાયું હતું. તેમજ આગામી 7 દિવસમાં કામોની યાદી તૈયાર કરી જિલ્લા પંચાયત પ્રમુખને સોંપવાનો આદેશ કરાયો હતો. ત્યાર બાદ 16 સભ્યોની સમિતિ દ્વારા સદસ્યોઅે સૂચવેલા કામોને વસ્તીના આધારે સ્થાન આપી આખરી યાદી તૈયાર કરાશે.

રૂ 111.46 કરોડની ગ્રાન્ટ આ રીતે ફળવાઇ
વિગત ટકાવારી રકમ
ગ્રા.પં. 70% રૂ.780270364
તા.પં. 20% રૂ.222934390
જિ.પં. 10% રૂ.111467191
કુલ 100% રૂ.1114671945

અન્ય સમાચારો પણ છે...