આનંદો:4 જાન્યુઆરીથી મહેસાણાથી સુરત સીધી ફાસ્ટ ટ્રેન શરૂ થશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રથમ વખત મહેસાણાને લાંબા અંતરની ટ્રેન મળી

મહેસાણાવાસીઓ માટે આનંદના સમાચાર છે. 4 જાન્યુઆરી 2022થી ઉમરગામ-મહેસાણા-ઉમરગામ વાયા સુરત દૈનિક સ્પે. ટ્રેન શરૂ કરવામાં આવશે.15 દિવસના ટ્રાયલ બેઝથી શરૂ થનાર ટ્રેનનો મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ મહત્તમ લાભ લે તેવી આશા રેલવે વિભાગના અધિકારીઓ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા રેલવે સ્ટેશનથી અત્યાર સુધીમાં સૌથી લાંબા અંતરની એટલે કે 450 કિલોમીટર કરતાં વધુની સ્પે. ટ્રેન શરૂ કરાતા સુરત, દક્ષિણ ગુજરાતની મુસાફરી સરળ બનશે.

મહેસાણાથી સુરતનું થર્ડ ACનું ભાડું રૂ. 990 રખાયું
​​​​​​​સ્પે. દૈનિક ટ્રેન નંબર 09471/ 09472નું મહેસાણાથી સુરતનું 3ACનું ભાડું રૂ.990, સ્લીપરનું રૂ.360,સિટિંગનું રૂ.140 રખાયું છે.

ટ્રેન ગાંધીનગર થઈને જશે
​​​​​​​ટ્રેન ઉંમરગામથી સવારે 5:50એ ઉપડીને વાપી 6:15, વલસાડ 6:52, સુરત 7:52, વડોદરા 9:45, અમદાવાદ 11:40, ગાંધીનગર 12:40, મહેસાણા 14:40 વાગે પહોંચશે. જ્યારે મહેસાણાથી 16:30 વાગે ઉપડી સુરત 23:25, ઉંમરગામ 1:30 વાગે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...