ચૂંટણી:ચાણસ્મા ડેપોના દિનેશકુમાર ઠાકોરની 42 મતે જીત

મહેસાણા,ચાણસ્મા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ.ટી કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીમાં 24 વર્ષે સત્તા પરિવર્તન

મહેસાણા એસ.ટી કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીના રસાકસીભર્યા ચૂ઼ટણી જંગમાં 13 બેઠકમાંથી કડીની બેઠકમાં ભારતીય મજદૂર સંઘના ઉમેદવાર બિનહરીફ થયા હતા. આ સિવાય 12 બેઠકની ચૂ઼ટણીમાં સોમવારે મતદાન પછી જાહેર કરાયેલા પરિણામમાં વિજેતા ઉમેદવારોના વધામણા કરાયા હતા.

જે પૈકી 7 ભારતીય મજદૂર સંઘ, 2 કર્મચારી મહામંડળ અને 2 વર્કસ ફેડરેશન સાથે સંકળાયેલા છે. એસ.ટી કર્મચારી સુત્રોએ કહ્યુ કે, આ ક્રેડીટ સોસાયટી અસ્તિત્વમાં આવી ત્યારપછી મોટાભાગે કર્મચારી મહામંડળ સાથે સંકળાયેલ બહુમત ઉમેદવારો વિજેતા થયા છે.પહેલીવાર ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ બહુમત ઉમેદવાર ચૂ઼ટણીમાં વિજેતા થઇને સત્તા પરિવર્તન આવ્યુ છે.કર્મચારીઓએ ક્રેડીટ સોસાયટીમાં સત્તા પરિવર્તન આપ્યુ છે.

દિનેશકુમાર ઠાકોરને 120 મત મળ્યા
ચાણસ્મા ખાતે કુલ 207 મતદાનમાંથી 198 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં 9 મત રદ્દ થયા હતા. કર્મચારી મંડળના દિનેશજી ઠાકોરની 120 મળ્યા હતા જ્યારે ભારતીય મજદૂર સંઘના ઉમેદવાર હર્ષદભાઈ પટેલને 78 મતો મળ્યા હતા જેમાં કર્મચારી મંડળના દિનેશજી ઠાકોર નો 42 મતે વિજય થયો હતો.

યુનિટ વિજેતા મળેલ મત
વિભાગીય કચેરી જગદીશકુમાર પટેલ 95
વિભાગીય વર્કશોપ જીતેન્દ્ર પરમાર 66
મહેસાણા ડેપો વિમળાબેન કે પટેલ 188
વિસનગર ડેપો વિષ્ણુભાઇ જી ચૌધરી 263
વડનગર ડેપો કિર્તીભાઇ એમ પટેલ 147
ખેરાલુ ડેપો ઇશ્વરભાઇ કે પ્રજાપતિ 154
ઊંઝા ડેપો શિવરામભાઇ સી ચૌધરી 163
પાટણ ડેપો કેતનકુમાર બી ભટ્ટ 127
ચાણસ્મા ડેપો દિનેશકુમાર જી ઠાકોર 120
હારીજ ડેપો આરતીબેન વી યોગી 146
બહુચરાજી નટવરલાલ એસ પટેલ 135
કલોલ ડેપો વિજયકુમાર બી ચાવડા 159

અન્ય સમાચારો પણ છે...