રોગચાળો ફેલાવાની ભીતિ:ઊંઝા બસ સ્ટેન્ડથી બજાર તરફ જવા રાહદારીઓને મુશ્કેલી, ગરનાળામાં ગંદકીનું સામ્રાજ્ય

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા શહેરના બસ-સ્ટેન્ડથી બજાર જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક છે. જે ટ્રેકની નીચે ચાલવા માટે ત્રણ ગરનાળા બનાવવામાં આવ્યા છે. જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોવાથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ બને છે. જેને લઈને રોજગાર માટે જતાં મુસાફરો અને આજુ-બાજુના ગામડાઓથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને રેલવે ટ્રેક પરથી થઈને બજારમાં જવું પડે છે, જેના લીધે રાહદારીઓને અકસ્માતનો ભય પણ રહે છે.

ગરનાળામાંથી પસાર થવા મજબુર
આજુ-બાજુના ગામડાંઓના વિદ્યાર્થીઓ ઊંઝા શહેરની શાળા અને કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં મુખ્ય બજાર આવેલી છે અને તે બાળકોને બસ સ્ટેન્ડથી ચાલીને શાળા-કોલેજ, જવા-આવવા માટે રેલવે ટ્રેક ઉપરથી અથવા ગરનાળામાંથી પસાર થવા મજબુર છે.

કાદવ-કિચડ દૂર કરાવવા માંગ
વરસાદ બંધ થયા બાદ હજી સુધી કોઈ પણ પ્રકારે તંત્રએ કોઈ કામગીરી કરી નથી. જેના લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર સત્વરે ગરનાળામાં રહેલો કાદવ દૂર કરાવે જેથી રસ્તો પહોળો થાય અને મુસાફરો કે વિદ્યાર્થીઓને ચાલીને જવા આવવામાં કોઈ અગવડતા ના પડે તેવી મુસાફરો અને વિદ્યાર્થીઓની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...