ચોરીની ઘટના CCTVમાં કેદ:ઊંઝાના કહોડા પેટ્રોલપંપ પર પાર્ક કરેલ ટ્રકમાંથી ડીઝલ અને બેટરીની ચોરી

મહેસાણા22 દિવસ પહેલા
  • પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લાના આવેલ ઊંઝા તાલુકામાં આવેલા કહોડા નજીક આવેલા પેટ્રોલપંપ પર બે દિવસ અગાઉ પાર્ક કરેલ બે ટ્રક માંથી અજાણ્યા કોઈ તસ્કરે ડીઝલ અને બેટરીની ચોરી કરી ફરાર થયાની ઘટના પોલીસ મથકમાં નોંધાઇ હતી.જોકે બે દિવસ બાદ સમગ્ર ઘટનાંના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
કહોડામાં પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરાએલા ટ્રકમાંથી ડિઝલ અને બેટરીની ચોરીના CCTV આવ્યા છે, એક તસ્કર સફેદ ચાદર અને મોઢા પર રૂમાલથી ચહેરો છુપાવીને તસ્કરો ચોરી કરતા નજરે પડ્યો હતો.જેણે રાત્રી દરમિયાન ડીઝલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ઉંઝા તાલુકાના કહોડા ગામની સીમમાં આવેલ ગાયત્રી પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરાયેલા ત્રણ ટ્રકમાંથી એક ટ્રકમાંથી ડિઝલ અને બીજા બે ટ્રકમાંથી બે બેટરીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાના CCTV સામે આવ્યા છે.જેમાં સ્પષ્ટ પણે દેખાવ છે કે કહોડાથી સિધ્ધપુર જવાના રોડ પર આવેલ ગાયત્રી પેટ્રોલપંપ પર રાત્રિના 2.30 કલાકે તસ્કર આવીને CCTV કેમેરાને પાઇપની મદદથી કેમેરાના એન્ગલને ફેરવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતા. ત્યારબાદ ટ્રકના ડિઝલ ટાંકીનું ઢાંકણું તોડી ડિઝલની ટાંકીમાં પાઇપ નાખી ટ્રકમાંથી ડિઝલ કાઢતો નજરે પડે છે. ત્યાર બાદ તેની બાજુમાં પડેલા ટ્રકમાંથી બેટરી કાઢતા અને ત્યાંથી બેટરી ચોરીને લઈ જતા ગયો હતો.

કહોડામાં છેલ્લા ચાર વર્ષથી ગુરુદેવ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા ઉર્વિશકુમાર નરસિંહભાઈ પટેલે ઉંઝા પોલીસ મથકે ફરિયાદ આપી હતી કે ટ્રકમાંથી 230 લિટર ડિઝલ અને બે બેટરીની ચોરી થઈ હતી. ઉંઝા પોલીસ તંત્રએ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે...