• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Diagnosis And Treatment Camp Was Organized In Mehsana As Part Of Self reliant Village Yatra, A Large Number Of Beneficiaries Joined.

આઝાદી કા અમૃત મહોત્સવ:મહેસાણામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા અતર્ગત નિદાન સારવાર કેમ્પ યાજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદ શાખા દ્વારા 22 જેટલા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
  • 3 દિવસમાં 2222 લોકોએ આયુર્વેદ હોમિયોપેથીક દવાનો લાભ લીધો

મહેસાણામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રીદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગોઝારીયા ખાતેથી ગ્રામયાત્રા શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના આયુર્વેદ શાખા દ્વારા 22 જેટલા નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.

જિલ્લામાં યોજાયેલા ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા 22 જેટલા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદના 16 અને હોમિયોપેથીના 6 કેમ્પનું આયોજન કરાયું હતું.

આ ત્રણ દિવસમાં 2222 જેટલા લાભાર્થીઓએ આયુર્વેદ હોમીઓપેથી સેવાનો લાભ લીધો હતો. તેમજ 6370 લોકોએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમ દરમિયાન બે મેગા કેમ્પનું આયોજન ઊંઝા અને બેચરાજી ખાતે કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં યોગ શિબિર, આયુર્વેદ પરિસંવાદ, આયુર્વેદિક ઉકાળાનું વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...