તાયફો:ઢોંગી બાબાનો મહેસાણામાં સમાધિ લેવાની જાહેરાતનો થયો ફિયાસ્કો, રાત્રે 9 વાગ્યે ચાલુ થયેલા ઢોંગના ખેલનો મધરાતે 12 વાગ્યે હાસ્યાસ્પદ અંત

મહેસાણાએક વર્ષ પહેલા
  • કોરોનાકાળમાં ભીડ એકત્ર કરી, લોકોને 4 કલાક બેસાડી રાખ્યા
  • સમાધિ લેવાનો ઢોંગ રચવામાં 2000થી વધુ લોકોને એકત્રિત કર્યા
  • છેલ્લી ઘડીએ ઢોંગીનો ઢોંગ લોકો સમક્ષ આવી ગયો

છેલ્લા ત્રણ દિવસથી ભારે ચર્ચામાં રહેનારા છઠીયારડાના ઢોંગી બાબાએ અગાઉ સભા વચ્ચે પોતાનો દેહ છોડી દેવાની મોટી મોટી વાતો કરી હતી. જેથી સમાચાર વાયુ વેગે ફેલાતા પોલીસ અને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. સતત ત્રણ દિવસથી ચાલતો આ ઢોંગના ખેલનો ગઈ કાલે અંત આવ્યો હતો. જેમાં ભક્તોનો પણ ઘસારો જોવા મળ્યો હતો.

ઢોંગી બાબાનો ખેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
ગઈ કાલે રાત્રે 9 વાગ્યે શરૂ થયેલા આ ઢોંગી બાબાનો ખેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેથી કોઈ અઘટિત ઘટના ના બને તે માટે મહેસાણા પોલીસને પણ પોતાનો કાફલો વધારવો પડ્યો હતો. રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન બાબા પોતાના દેહમાંથી શ્વાસ છોડવાની ઢોંગ કરીને લોકોને 4 કલાક બેસાડી રાખ્યા હતા. જેથી આખું ગામ આ ઢોંગીના ઢોંગ જોવા માટે પહોંચ્યુ હતું. પરંતુ 12 વાગ્યા સુધીમાં ઢોંગી બાબાનો ઢોંગ લોકો સમક્ષ આવી ગયો હતો. અને તેનો સમાધિ લેવાનો વાયદો પણ એક વાયદો રહી ગયો હતો.

બાબાએ 12 વાગ્યે પોતાના શિષ્યોને કહ્યું કે મને હવે સમાધિ આપી દો
ઢોંગી બાબાએ લોકોના અને પોલીસ તંત્રના ત્રણ દિવસ હરામ કરી નાખ્યા હતા. પોલીસના સમજાવ્યા છતાં પણ ઢોંગીએ પોતાનો ઢોગ છોડ્યો નહોતો. છેવટે ઢોંગી બાબા એ પોતાના કહ્યા મુજબ છેલ્લી ઘડીયોમાં બાબા પોતાનો જીવ ત્યાગ ના કરી શક્યા. એટલે પોતાના શિષ્યોને ભરી સભામાં માઇકમાં બંધ આંખે જાહેર કર્યું હતું. અને કહ્યું હતું કે હવે હું આ નહિ કરી શકું તમે લોકો જ મને સમાધિ આપો. આ સાંભળતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. અને હાજર લોકોને પણ જાણ થઈ ગઈ હતી કે આ પણ એક ઢોંગી બાબા જ છે. બાબાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આજે જે કાંઈ પણ થયું એમાં જે કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તેની હું માફી માંગુ છું. તેમજ આજ પછી ભક્તિ પણ છોડી દઈશ. પરંતુ ઢોંગી બાબાને આ સમગ્ર મામલે હજુ કોઈ પસતાવો નથી.

રાત્રે 12.15 કલાકે આશ્રમમાં બાબાનો નાટ્યાત્મ અંત આવ્યો
બાબાના નાટકનો અંત આવવાની સાથે જ હાજર રહેલી પોલીસ પણ સ્ટેજ પાસે પહોંચી ગઈ હતી. તેમજ સ્ટેજ પર હાજર રહેલા ઢોંગીના શિષ્યોને અને જોવા આવેલા લોકો અને આશ્રમમાં આવેલ લોકોને પોલીસે મોડી રાત સુધી આશ્રમમાંથી પણ બહાર નીકળ્યા હતા. ત્યાર બાદ બાબાના શિષ્યો VIPની માફક બાબાને ત્યાંથી કોર્ડન કરી ને ઉપર આવેલ બાબાના રૂમમાં લઇ ગયા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા પણ આ મામલે બાબા સાથે રાત્રે ચર્ચા કરાઈ હતી.

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે ગઈ કાલે છઢીયારડા ગામમાં બે હજારથી પણ વધુ લોકોનો જમાવડો થયો હતો. પરંતુ પોલીસ પણ આ તમાશો જોવા મજબૂર દેખાઈ હતી. ગામના જાગૃત તલાટીએ ભાસ્કર સાથે આ મામલે કરી ચર્ચા હતી કે આ મામલે અમે અને સરપંચે અગાઉ બાબાને કહેલ કે આ પોગ્રામથી ગામમાં કોરોના સંક્રમણ વધશે. તેમ છતાં આ ઢોંગી બાબાએ લોકોની પરવા કર્યા વિના જ આ પોગ્રામ કરી પોતે કોરોના સુપર સ્પ્રેડ બન્યો છે અને આ બાબા સામે ખરેખર યોગ્ય પગલાં લેવા જોઈએ જેથી આવનારા સમયમાં આવા ઢોંગ કરતા લોકો પણ આ કાર્ય કરતા વિચારે.

બાબાની સમાધિના ખેલમાં આવેલ રાજકોટના ભક્તો રાત્રે બસ ગોતવા નીકળ્યા
ઢોંગી બાબાની સમાધિની વાતો સમગ્ર ગુજરાતમાં ફેલાઈ હતી. જેના કારણે ઢોગી બાબાના ભક્તો અલગ અલગ જગ્યાથી આવ્યા હતા. અને છેલ્લા ત્રણ દિવસથી રોકાયા હતા. જ્યારે ઢોંગીનો ફિયાસ્કો થયો ત્યારે રાજકોટથી આવેલા આધેડ લોકો પણ સમજી ગયા હતા કે આ બધું ઈશ્વરના નામ પર ખેલ કરે છે. જેથી રાજકોટથી આવેલા પાંચ જેટલા ભક્તો રાતો રાત ત્યાંથી નીકળી ગયા હતા. અને આજ પછી આવા ઢોંગીઓના પોગ્રામમાં નહીં આવવા જણાવ્યું હતું.

સમગ્ર મામલો હાસ્યાસ્પદ બન્યો​​​​​​​
ઢોંગી બાબાની સમાધિ લેવાનો સમય ગુજરી ચુક્યો હતો. ત્યાર બાદ મીડિયા દ્વારા બાબાના આ નાટકો બાબતે પ્રશ્નો પૂછવામાં આવતા ઢોંગી બાબા મીડિયા સામે પણ આક્રોશ કરતો નજરે પડ્યો હતો. અને પોતે સાચો છે તેવું રટણ કર્યા કરતો હતો. પરંતુ ત્યાંના સ્થાનિક લોકોમાં આ ઢોંગનો મામલો હાસ્યાસ્પદ બન્યો હતો.

બાબાનો ઢોગ જોવા લોકો દીવાલો પણ ચડ્યા​​​​​​​
ગઈ કાલે રાત્રે ઢોંગી બાબાના સમાધિ ખેલમાં લોકોની એટલી ભીડ જોવા મળી હતી. જેમાં લોકોને પ્રોગ્રામ જોવા માટે દીવાલો પર ચડી ચડીને નિહાળવો પડ્યો હતો. જેથી પોલીસે પણ દીવાલ પર ચડેલા લોકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...