મોનસૂન ઓડિટ:સિઝનમાં માંડ 46.52 ટકા ભરાયેલા ધરોઇ ડેમમાં 30મી જૂન 2022 સુધીમાં માત્ર 8.30 ટકા પાણીનો જથ્થો રહેશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રથમ વખત 180 ડિગ્રીએ ધરોઇ ડેમની આ તસવીર પ્રથમ વખત ક્લિક કરાઇ છે. - Divya Bhaskar
પ્રથમ વખત 180 ડિગ્રીએ ધરોઇ ડેમની આ તસવીર પ્રથમ વખત ક્લિક કરાઇ છે.
  • 44 વર્ષના ઇતિહાસમાં પાણીના જથ્થાની રીતે ડેમ સૌથી નબળી સ્થિતિમાં આ​​​​​​​વી જશે
  • ​​​​​​​નર્મદા, ઉકાઇ, કડાણા બાદ ધરોઇ રાજ્યનો ચોથો સૌ​​​​​​​થી મોટો ડેમ છે

રાજ્યમાં પાણી સંગ્રહમાં સરદાર સરોવર, ઉકાઇ અને કડાણા બાદ ચોથો સૌથી મોટા ધરોઇ ડેમમાં 31.07% પાણી હતુ ત્યારે ગત તા.26 જુલાઇથી પાણીની આવક શરૂ થઇ હતી. 114 દિવસની પાણીની આવક બાદ 17 ઓક્ટોબરે 81314 કરોડ લિટર પાણીની ક્ષમતા ધરાવતાં ડેમમાં માંડ 37831 કરોડ લિટર જળસંગ્રહ થઇ શક્યું છે જેથી આગામી ઉનાળો માંડ પસાર થશે તે નક્કી છે.

ડેમના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, 30 જૂન, 2022 સુધીમાં સિંચાઇના બે પાણ માટે 37.69% પાણી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની પ્રજાને ઘર વપરાશ માટે 16.79% પાણી તેમજ 26.38% પાણીનું બાષ્પિભવન, જમીનમાં ઉતારો અને અન્ય વપરાશ પાછળ વપરાશે. જેને લઇ આગામી જૂન મહિનાના અંતે ડેમમાં માત્ર 8.30% પાણી રહેશે. જે ડેમ બન્યાના છેલ્લા 44 વર્ષના ઇતિહાસમાં પાણીના જથ્થાની રીતે ડેમની સૌથી નબળી સ્થિતિ સાબિત થશે.

44 વર્ષમાં 18 વખત ડેમમાં 91%થી વધુ પાણી ભરાયું
ડેમ બન્યાના 44 વર્ષમાં 11 વખત 100% ભરાયો છે. 5 વખત 20% થી ઓછુ જળસંગ્રહ થયું હતું. આ ઉપરાંત 3 વખત 31% થી 40%, 5 વખત 41% થી 50%, 3 વખત 51% થી 60%, 4 વખત 61% થી 70%, 4 વખત 71% થી 80% અને 2 વખત 81% થી 90% જળસંગ્રહ થયું હતું.

ધરોઇ ડેમ ઉત્તર ગુજરાત માટે આ કારણોથી મહત્વનો ગણાય છે
આ ડેમથી મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના 177 ગામની લગભગ 80 હજાર હેક્ટર જમીનને સિંચાઇનું પાણી આપે છે. બીજી બાજુ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 12 શહેરો અને 705 ગામ-પરાને પિવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હોઇ ધરોઇ ડેમનું ઉત્તર ગુજરાતમાં મહત્વનું સ્થાન છે.

રાજ્યના 5 મોટા ડેમ

જિલ્લોડેમસંગ્રહ ક્ષમતા
નર્મદાસરદાર સરોવર946000
તાપીઉકાઇ741429
મહિસાગરકડાણા124930
મહેસાણાધરોઇ81314
પંચમહાલપાનમ57819

પાણી વપરાશનું ગણિત

ઉપયોગ

વપરાશનો અંદાજ

સિંચાઇ

14257 કરોડ લિટર

ઘર વપરાશ

6350 કરોડ લિટર

અન્ય

9980 કરોડ લિટર

કુલ

30587 કરોડ લિટર

​​​​​​​જૂન 2022 સુધી ડેમમાંથી 37.69% સિંચાઇ માટે, 16.79% ઘર વપરાશ માટે અને 26.38% વોટર લોશ સહિતનો વપરાશ થશે

અન્ય સમાચારો પણ છે...