તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ પાણી ઓછું, પીવાનો જથ્થો સચવાઈ રહે જેથી સિંચાઈ માટે કાપ મુકાયો

મહેસાણા23 દિવસ પહેલા
  • ધરોઈ ડેમમાંથી ત્રણ જિલ્લામાં પીવાનું પાણી પૂરું પડાય છે
  • પીવાનું પાણી આગામી જૂન માસ સુધી ચાલે એટલું ઉપલબ્ધ
  • સિંચાઈ માટે પાણી કાપ મૂકતા ખેડૂતો મૂંઝાયા

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચતા ત્રણ જિલ્લાની જીવાદોર સમાન ગણાતા ધરોઈ ડેમમાં પણ પ્રતિદિન પાણીમાં ઘટ નોંધાઇ રહી છે. ઉપરવાસમાં પણ વરસાદ ખેંચતા હવે ઉત્તર ગુજરાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ઓગસ્ટ માસ પૂરો થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન આવતા ઉત્તર ગુજરાતમાંના જળાશયોમાં પાણીની ઘટ નોંધાઇ રહી છે.

મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલા ધરોઈ ડેમમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદ વિના દિન-પ્રતિદિન ખાલી થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ખેંચતા ઉપરવાસમાં પણ આજ સ્થિતિ રહેતા ધરોઈમાં નવા નીર આવી શક્ય નથી. જેના કારણે ધરોઈ ડેમમાં હાલમાં માત્ર પીવા માટેના પાણીનો જથ્થો ઉપલબ્ધ રખાયો છે. સિંચાઈ માટે હાલમાં ધરોઈ ડેમમાંથી આપવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

ધરોઈ ડેમમાં એક દિવસમાં એક સેન્ટિમીટર પાણી ઘટી રહ્યું છે
ધરોઈ ડેમમાં એક દિવસમાં એક સેન્ટિમીટર પાણી ઘટી રહ્યું છે

ધરોઈ ડેમમાં એક દિવસમાં એક સેન્ટિમીટર પાણી ઘટી રહ્યું છે
ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા ના એક હજારથી વધુ ગામડા અને શહેર ને પીવાનું પાણી પૂરું પાડનાર ડેમ છે. ચાલુ વર્ષ દરમિયાન ચોમાસુ ખેચાતા ધરોઈ ડેમનું લેવલ નીચું ગયું છે. ધરોઈ ડેમમાં રોજ માત્ર એક જ સેન્ટિમીટર પાણીનો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આગામી સમયમાં જો વરસાદ આમ જ હાથતાળી આપશે તો ઉત્તર ગુજરાત પર જળ સંકટ સર્જાઈ શકે છે.

ધરોઈ ડેમનું પાણી ઉનાળા બાદ સિંચાઈમાં આપવાનું બંધ કરાયું
ધરોઈ ડેમનું પાણી ઉનાળા બાદ સિંચાઈમાં આપવાનું બંધ કરાયું

ધરોઈ ડેમનું પાણી ઉનાળા બાદ સિંચાઈમાં આપવાનું બંધ કરાયું
ઉત્તર ગુજરાતમાં હાલમાં અત્યાર સુધીમાં 53.35% જેટલા વરસાદની ઘટ સર્જાઈ છેમ જેના કારણે ઉપરવાસમાં આજ સ્થિતિ સર્જાતા ધરોઈ ડેમમાં નવા નીર ન આવતા સિંચાઈમાં આપવામાં આવતા પાણી પર ઉનાળા બાદ કાપ મૂકી દેવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ધરોઈ ડેમમાં હાલમાં માત્ર પીવાના પાણીમાં વપરાય એટલો જ જથ્થો મોજુદ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જેથી હાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું કોઈ આયોજન ના હોવાના કારણે સિંચાઈનો પણ પ્રશ્ન ઉભો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

સિંચાઈ માટે પાણી કાપ મૂકતા ખેડૂતો મૂંઝાયા
સિંચાઈ માટે પાણી કાપ મૂકતા ખેડૂતો મૂંઝાયા

ગત વર્ષ કરતા ડેમમાં હાલમાં 14 ફૂટ પાણી ઓછું
ધરોઈ ડેમમાં ગત વર્ષ આજની સરખામણીમાં પાણીની સ્થિતિ જોઈએ તો પાણીનું લેવલ 185.625 હતું અને 613.89 ફૂટ પાણીની સપાટી હતી. જ્યારે આ વર્ષે આજની તારીખમાં ધરોઈ ડેમનું લેવલ 182.615 અને 599.12 ફૂટ પાણીની સપાટી નોંધાઇ હતી. હાલમાં ગઈ સાલ કરતા ધરોઈ ડેમમાં 14 ફૂટ પાણી ઓછું નોંધાઇ રહ્યું છે.

ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ પાણી ઓછું,
ધરોઈ ડેમમાં ગત વર્ષ કરતા આ વર્ષે 14 ફૂટ પાણી ઓછું,

ધરોઈ ડેમમાં પીવાનું પાણી આગામી જૂન મહિના સુધી ચાલે એટલું ઉપલબ્ધ
વરસાદ ખેચાતા સમગ્ર ગુજરાતમાં પાણીને લઈને પ્રશ્ન ઉદભવી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં જળ સંકટના એંધાણ જોવા મળી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમનું પાણી ત્રણ જિલ્લાના એક હજારથી વધુ ગામડા લમાં આપવામાં આવી રહ્યું છે. હાલમાં રોજનું 200 એમએલડી પાણી પીવા માટે આપવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક અધિકારીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...