LCBનો દરોડો:રાંધેજાની સ્વાગત હોટલમાં ઊંઝાના ધર્મેન્દ્ર પટેલનું જુગારધામ ઝડપાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીનગર એલસીબીએ 26 શખ્સોને ઝડપ્યા
  • પોલીસે​​​​​​​ રૂ. 1.27 કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરના રાંધેજાની સ્વાગત હોટલમાં ઊંઝાના ધર્મેન્દ્ર પટેલ, વિસનગરના કમલેશ પટેલ અને જુહાપુરાના રહીમ નાગાણી સંચાલિત જુગારધામનો ગાંધીનગર એલસીબી-1 એ પર્દાફાશ કર્યો હતો. જુગારધામ ઉપરથી 26 શખ્સોની ધરપકડ કરીને રૂપિયા 1.27 કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો. જુગારધામમાં 26 શખ્સો પૈકી 8 શખ્સો મહેસાણા જિલ્લાના પકડાયા છે.

ગાંધીનગર એલસીબી-1એ રાંધેજાની સ્વાગત હોટલમાં રેઈડ કરીને કોઈન અને ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતાં અને રમાડતાં 26 જેટલાં શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ ઊંઝાનો ધર્મેન્દ્ર પટેલ, વિસનગરનો કમલેશ પટેલ, જુહાપુરાનો રહીમ નાગાણી અને સ્વાગત હોટલનો માલિક હીરેન પટેલ ચલાવતા હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 2,18,600 રોકડ, 905 કોઈન, રૂપિયા 1,21,00,000 ના 9 વાહનો, રૂપિયા 4,22,500ના 39 નંગ મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,27,41,100 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

જુગારધામના સંચાલકો તેમજ જુગાર રમતા શખ્સો સહિત 26 લોકોની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવતો હતો.

મહેસાણાના આરોપી
1.ધર્મેન્દ્રકુમાર રાયચંદભાઈ પટેલ રહે.ઊંઝા
2.તુલસી અમીરમભાઈ જોષી રહે.ઊંઝા, મૂળ.વડાણા, તા.ભાભર
3.અલ્પેશ અજમલજી ઠાકોર રહે.મગપુરા, મહેસાણા
4.કિરણ વિહાજી ઠાકોર રહે.મગપુરા, મહેસાણા
5.હર્ષિદ પ્રહલાદભાઈ પટેલ, રહે.ઊંઝા
6.વિમલ કાંતિલાલ પટેલ, રહે.ઊંઝા
7.દિનેશ અંબાલાલ પટેલ, રહે.વિસનગર
8.કમલેશ જીવાભાઈ પટેલ રહે.વિસનગર

અન્ય સમાચારો પણ છે...