ધનવર્ષા:ગુરૂપુષ્ય નક્ષત્ર કરતાં ધનતેરસે ખરીદીમાં 35 ટકાનો વધારો મહેસાણામાં 10 કરોડની વધુનાં સોના-ચાંદીના દાગીના વેચાયાનો અંદાજ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં ધનતેરસના અબુર્જ મુહૂર્તમાં જ્વેલર્સ માર્કેટમાં તેજી જોવા મળી હતી. જ્વેલર્સોના જણાવ્યા મુજબ, ગુરૂપુષ્ય નક્ષત્ર કરતાં ધનતેરસે 35% માર્કેટ અપ રહ્યું હતું. જેમાં 85 % સોનાના દાગીનાની ખરીદી, જ્યારે 15% ચાંદીના દાગીનાની ખરીદી થઇ હતી. દિવસભર શો-રૂમમાં ગ્રાહકોની ચહલ-પહલ દેખાઇ હતી. કેટલાક શો રૂમ બહાર ગ્રાહકો વેઇટિંગની લાઇનમાં જોવા મળ્યા હતા. માત્ર મહેસાણા શહેરમાં જ રૂ.10 કરોડની વધુના સોના-ચાંદીના દાગીના નું વેચાણ થયાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...