તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે જન્માષ્ટમી:કાન્હાના જન્મને વધાવવા ભક્તો આતૂર

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયપાસ સ્થિત ઇસ્કોન મંદિર, પરા રામજી મંદિર અને અંબાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ યોજાશે

મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરાશે. આ પૂર્વે રવિવારે મંદિરોમાં નયનરમ્ય શણગાર, પ્રસાદ સહિતની તૈયારી પૂરી કરાઇ હતી. ગામે ગામ મંદિરોમાં રાત્રે 12 વાગે કાન્હાજીના જન્મને વધાવવામાં આવશે, જેને લઇ ભક્તોમાં ભારે ઉમંગ અને આતૂરતા જણાય છે. મહેસાણા બાયપાસ નુગર સર્કલ પાસે આવેલા ઇસ્કોન મંદિરમાં સોમવારે નંદોત્સવ અને 125મી વ્યાસ પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. સવારે 9 વાગ્યાથી હિંડોળા દર્શન, પ્રભુપાદ ગુણગાથા સાથે કિર્તન યોજાશે.

રાત્રે 8 થી 12 સુધી હરિનામ સંકિર્તન, કૃષ્ણકથા, મહાઅભિષેક, આધ્યાત્મિક નાટક બાદ કૃષ્ણ જન્મોત્સવ, આરતી દર્શન યોજાશે. મહેસાણાના પરા સ્થિત રામજી મંદિરે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. હિંડોળા દર્શન સાથે ઉછામણી કરી આરતીમાં દર્શનાર્થીઓ જોડાશે. બાજુમાં અંબાજી મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવ દર્શન યોજાશે. કૃષ્ણ ઢાળ સ્થિત ગોવિંદ માધવ મંદિરમાં ભગવાનને નયનરમ્ય આંગી સાથે જન્મોત્સવ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...