લોકડાઉન છતાં થરા અને ડીસા બજારમાં લોકોની અવરજવર યથાવત

બેદરકારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં શુક્રવારે શાકભાજી મેળવવા લોકોએ પડાપડી કરી હતી. આમ શાકમાર્કેટના વેપારીઓ દ્વારા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા તાકીદ કરી છતાં ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે. - Divya Bhaskar
ડીસામાં શુક્રવારે શાકભાજી મેળવવા લોકોએ પડાપડી કરી હતી. આમ શાકમાર્કેટના વેપારીઓ દ્વારા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા તાકીદ કરી છતાં ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે.
  • ડીસામાં પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ શહેરી વિસ્તારમાં ફરી લોકોને બહાર ન નીકળવા સમજાવ્યા
  • શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા તંત્ર કામે લાગ્યું
  • થરાના કાંકરેજ તાલુકામાં સવાર પડે ને લોકો ખરીદી કરવા નીકળી પડે છે

ડીસા: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ 144 નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં કેટલાક લોકો જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓની ખરીદી કરવાના બહાને ફરતાં હોઇ લોકડાઉનનો સરેઆમ ભંગ થતો હતો. આથી ગુરૂવારે ડીસા પ્રાંત અધિકારી એચ.એન.પટેલ, ડીસા ગ્રામ્ય મામલતદાર એ.જે.પારગી, ડીસા શહેર મામલતદાર ડી.વી.વણકર સહિત અધિકારીઓએ શહેરના જુદાજુદા વિસ્તારમાં ફરી લોકડાઉનનો કડક અમલ કરાવવા અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા સમજાવ્યા હતા.

થરાઃ કોરોના વાયરસને પગલે સરકાર દ્વારા લોકોને પોતાના ઘરોમાં રહેવાનું કહ્યું છે તેમ છતાં કાંકરેજ તાલુકામાં સવાર પડે ને લોકો ખરીદી કરવા નીકળી પડે છે. અને ખુલ્લેઆમ બાઈકો ઉપર ફરી રહ્યા છે. જીવનજરૂરિયા ચીજ વસ્તુઓની ખરીદી માટે છૂટછાટેનો લોકો દુરૂપયોગ કરીને સરેઆમ ભંગ કરી બજારમાં ફરી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...