બેદરકાર તંત્ર:સૂચના છતાં 95 ટકા ફટાકડાની લારીઓ અને સ્ટોલમાં માટી કે પાણીની ડોલ નથી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને માટી,પાણીની ડોલ રાખવા સૂચના આપી મહેસાણા પાલિકા છટકી ગઇ
  • તોરણવાળી ચોક, મોઢેરા રોડ, રાધનપુર રોડ સહિતના વિસ્તારો જીવતા બોમ્બ સમાન

સાબરકાંઠાના ઇડરમાં પરવાનગી વિના ફટાકડા વેચતી લારીમાં શનિવારે રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાને પગલે વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઘટના જેવી ઘટના મહેસાણા શહેરમાં ન બને તે માટે સફાળી જાગેલી નગરપાલિકાએ સોમવારે ફટાકડાની લારીઓ અને સ્ટોલધારકોને ફાયર સેફ્ટીના સાધનો રાખવા સૂચના આપી હતી. જોકે, શહેરમાં 95 ટકા લારીઓ અને સ્ટોલ ઉપર સાવધાનીનાં કોઇ સાધનો જોવા મળ્યાં ન હતાં.

મહેસાણા શહેરના મુખ્ય બજારો અને જાહેર રસ્તાઓની સાઇડોમાં ચિક્કાર ફટાકડા ભરેલી લારીઓ અને સ્ટોલ ખડકાયેલા છે. ત્યારે ખરીદી માટે ગ્રાહકોની ભીડ અને વાહનોનો ટ્રાફિક રહેતો હોઇ આગ જેવી હોનારત ન સર્જાય તે માટે સાવચેતીના પ્રાથમિક સાધનો રાખવા સોમવારે નગરપાલિકા ફાયર ટીમે માર્ગદર્શક સૂચના આપી હતી. નગરપાલિકાના ફાયર ઇન્સપેક્ટર હરેશભાઇ પટેલ સહિતની ટીમ દ્વારા શહેરમાં તોરણવાળી ચોક, મોઢેરા રોડ, રાધનપુર રોડ સહિતના મુખ્ય રસ્તાઓમાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે તપાસ કરાઇ હતી.

જેમાં ઘણી ફટાકડાની લારીઓમાં માટીની ડોલ કે પાણીની ડોલ પણ ન હોઇ સત્વરે આ વ્યવસ્થા કરવા તાકીદ કરાઇ હતી. તેમજ આકસ્મિક આગ લાગે તો કેવી રીતે હોલવવા કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને લારીઓમાં હેવી ફટાકડા ન રાખવા લારી ધારકોને તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...