રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયનું વહીવટીતત્ર સુસજજ છે.મહેસાણા જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓના નીરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે છે. સરકાર દ્વારા મેડીકલ તજજ્ઞો દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવુ સુચારૂ વ્યવસ્થાપન ગોઠવવામાં આવ્યું છે
નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે , ત્રીજા વેવની સંભાવનાને ધ્યાને લઈને દર્દીઓને સત્વરે સારવાર મળી રહે એ માટે રાજય સરકારે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોજ બરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળતી કોર કમિટીની બેઠકમા આયોજન અંગે ચર્ચા વિચારણા કરીને તેનુ આયોજન પણ ગોઠવવામા આવી રહ્યુ છે. બીજા વેવમા જે ઓકસિજનની જરૂરિયાત ઉભી થઈ તેને ધ્યાને લઈને આગામી સમયમા દર્દીઓને કોઈ તકલીફ ના પડે એ માટે કેન્દ્રસરકાર અને રાજયસરકારના સહયોગથી રાજયમા નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે.સાથે સાથે ઓકસિજનના બોટલના રીફીલીગની પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
રાજયમા હાલ દૈનિક 800 થી 900 મેટ્રિક ટનનો જથ્થો ઉત્પન્ન થાય છે એમા વધારો કરવા માટે 300 મેટ્રિક ટન વધુ ઓકસીજન ઉત્પન્ન થાય એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે એજ રીતે એક મિનીટમા પાચ થી દશ લીટર ઓકસીજન ઉત્પન થાય એવા કોન્સટ્રેટર પણ પી.એમ.કેર ફંડ અને દાતાઓના સહયોગથી મળી રહ્યા છે તે પણ વ્યકિતગત દર્દીઓને આપવામા આવશે આમ બીજા વેવમા કોઈપણ દર્દીનુ ઓકસિજનના અભાવે મૃત્યુ થયુ નથી એ માટે આગામી સમયમાં પણ સમગ્ર આયોજન રાજય સરકાર દ્વારા કરી દેવાયુ છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તબીબો,નર્સીંગ,પેરામેડીકલ સ્ટાફ,વહીવટીતંત્રના ખંતપુર્વક ફરજ નિષ્ઠાને પગલે કોરોના દર્દીઓ ઝડપથી સાજા થઇ રહ્યા છે.આ ઉપરાંત નાગરિકોને સાથ અને સહકારને પગલે કોરોનોના દર્દીઓમાં પણ ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.
ત્રીજી લહેર સામે અસરકારક કામગીરી કરવા સૂચના આપીનાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે મહેસાણા જિલ્લાની સી.એચ.સી લાંઘણજ, ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા અને મહેસાણા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ ચકાસણી કરી હતી અને સંભવિત ત્રીજી લહેર સામે અસરકારક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા તાલુકાના લાંઘણજ અને ગોઝારીયા ખાતે નાયબ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ ગોઝારીયા ખાતે 20 ક્યુબીક મીટર અને લાંઘણજ સરકારી હોસ્પિટલામાં 10 ક્યુબીક મીટર ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થનાર છે
લાંઘણજ અને ગોઝારીયા ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થશેમહેસાણાના લાંઘણજ અને ગોઝારીયા ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થવાથી નજીકના ગ્રામ્ય દર્દીઓને સીધો ફાયદો થશે. લાંઘણજ અને ગોઝારીયા હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રીએ આગામી સમયામાં તૈયાર થનાર ઓક્સિજન પ્લાન્ટની જગ્યા, તકનીકી બાબતો સહિત વિવિધ બાબતોની માહિતી મેળવી હતી. આ ઉપરાતં તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આરોગ્યની પુચ્છા કરી ખબર અંતર પુછ્યા હતા મહેસાણા સિવિલમાં પોણા બે કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયારમહેસાણા સિવિલ હોસ્પિટલમાં આગામી સમયમાં સી.એસ.આરના ભાગ રૂપે 1500 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થનાર છે. આ પ્લાન્ટથી રોજની 300 બોટલ ઓક્સિજન પ્રાપ્ત થશે.મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૂ.1.73 કરોડના ખર્ચે તૈયાર થનાર પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ આગામી ત્રણ અઠવાડીયામાં કાર્યરત થશે.આ પ્લાન્ટ કાર્યરત થવાથી ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓને સીધો ફાયદો થશે.
કોરોનાના કપરાકાળમાં નાયબ મુખ્યમંત્રીએ પ્રજાના આરોગ્યની સુખાકારી-સુવિધાઓ માટે સતત ચિંતા કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે.મહેસાણા સિવિલ હોસ્પિટલના તમામ વિભાગો સહિત હોસ્પિટલમાં નવીન કાર્યરત આર.ટી.પી.સી આર લેબની તેમણે મુલાકાત લીધી હતી અને સિવિલમાં દાખલ દર્દીઓને મળતી સારવાર સંદર્ભે માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છેકે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સુસજજ બન્યુ છે. મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં સરકાર સહિત વિવિધ કંપનીઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઇ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આ તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થવાથી 25 કલાકમાં 900 બોટલ ઓક્સિજનનું ઉત્પાદન કરશે જેની સાથે અંદાજીત 5000 લીટર પ્રતિમિનિટ ઓક્સિજનના ઉત્પાદન સાથે જિલ્લો આરોગ્યની સુખાકારી સુવિધા માટે પ્રેરણારૂપ બનશે
મહેસાણા જિલ્લામાં જી.એમ.ઇ.આર.એસ વડનગર ખાતે 700 લિટર પ્રતિમિનિટ,મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે 1500 લીટર પ્રતિ મિનિટ,સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ મહેસાણા ખાતે 233 લિટર પ્રતિ મિનિટ,સી.એચ.સી જોટાણા ખાતે 166 લિટર પ્રતિ મિનિટ,સી.એચ.સી કડી ખાતે 500 લીટર પ્રતિ મિનિટ,એસ.ડી.એચ વિસનગર ખાતે 232 લિટર પ્રતિ મિનિટ,એસ.ડી.એચ ઉંઝા ખાતે 500 લિટર પ્રતિ મનિટ,સી.એચ.સી લાંઘણજ ખાતે 166 લિટર પ્રતિ મિનિટ અને ગોઝારીયા સાર્વજનિક હોસ્પિટલ ખાતે 166 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થનાર છે.આ ઉપરાંત અન્ય બે સંભવિત સ્થળોએ અંદાજીત 400 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થનાર છે. મહેસાણા સિવિલ હોસ્પિટલના માનસિક રોગના દર્દીઓની હોસ્પિટલના નવીન બિલ્ડીંગમાં 65 પથારીની આઇ.સી.યુની સુવિધા ઉપલ્બધ કરાઇ છે.આ હોસ્પિટલમાં 15 પથારીની પીડીયાટ્રીક આઇ.સી.યુ અધતન સુવિધા સાથે તૈયાર થનાર છે . જિલ્લામાં વડનગર ખાતે 50 પથારીની પીડીયાટ્રીક આઇ.સી.યુ સુવિધાની આગોતરી વ્યવસ્થા કરાઇ છે.આ ઉપરાંત ગોઝારીયા ખાતે સરકારની અનુંદાનીત હોસ્પિટલમાં 60 પથારી સેન્ટ્રલલાઇઝ ઓક્સિજન છે. ગોઝારીયા અને લાંઘણજ ખાતે નાયબ મુખ્યમંત્રીના અનુંદાનથી પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે
મહેસાણા જિલ્લામાં કડીમાં 16,ઉંઝા 50 અને વિસનગરમાં 30 પથારીઓની સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સાથે સરકારી હોસ્પિટલમાં સુવિધા શરૂ થનાર છે.મહેસાણા જિલ્લામાં આરોગ્યની સુખપ્રદ સેવાઓ મળી રહે તે માટે ધારાસભ્યો દ્વારા આરોગ્ય સંબધિત વિવિધ સાધનોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જેમાં વેન્ટીલેટર,ઓક્સિજન કોન્સટ્રેટર,બાયપેપ,એમ્યુાઓલન્સ સહિતના સાધનોની ખરીદી થઇ રહી છે.
જિ.માં નવા 7 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે
જિલ્લામાં વડનગર મેડિકલ કોલેજમાં 700 લિટર પ્રતિ મિનિટ, મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં 1500 લિટર પ્રતિ મિનિટ (રોજની 300 બોટલ) અને સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં 233 લિટર, સીએચસી જોટાણા ખાતે 166 લિટર, સીએચસી કડી ખાતે 500 લિટર, એસડીએચ વિસનગર ખાતે 232 લિટર, એસડીએચ ઊંઝા ખાતે 500 લિટર, સીએચસી લાંઘણજ ખાતે 166 લિટર અને ગોઝારિયા સાર્વજનિક હોસ્પિટલ ખાતે 166 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું તેમજ અન્ય બે સ્થળોએ 400 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન મળી પ્રતિ મિનિટ કુલ 5000 લિટર ઓક્સિજન ઉત્પાદન થશે.
ગોઝારિયા, કડી, ઊંઝા, વિસનગર સિવિલ હોસ્પિટલમાં સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સુવિધા સાથે બેડની વ્યવસ્થા
ગોઝારિયા હોસ્પિટલમાં 60 પથારી સેન્ટ્રલાઇઝ ઓક્સિજન છે. ગોઝારિયા અને લાંઘણજ ખાતે નાયબ મુખ્યમંત્રીના અનુદાનથી પીએસએ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. કડીમાં 16, ઊંઝામાં 50 અને વિસનગરમાં 30 પથારીઓની સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સાથે સુવિધા શરૂ થનાર છે. જિલ્લામાં ધારાસભ્યોએ ફાળવેલી ગ્રાન્ટમાંથી વેન્ટીલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, બાયપેપ, એમ્બ્યુલન્સ સહિતના સાધનોની ખરીદી થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.