મેઘ પ્રકોપ:ગાઢ ધુમ્મસ: સવારે 6 થી 7 સુધી એક મીટર આગળ દેખાતું ન હતું

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં શુક્રવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે થયેલા માવઠાના કારણે મધ્યરાત્રીથી વાતાવરણ ગાઢ ધુમ્મસવાળું બન્યું હતું. ગાઢ ધુમ્મસનું સ્તર એટલે કે ઊંચાઈ જમીન સ્તરથી 1.4 કિલોમીટર સુધી રહી હતી. સવારે 6 થી 7 એક કલાક સુધી તો ઝીરો વિઝિબીલીટી સાથે એક ડગલું આગળ ન દેખાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે, સવારે 9 વાગ્યા બાદ વાતાવરણ ધીમે ધીમે સામાન્ય બનવાનું શરૂ થયું અને સવારે 10 વાગ્યા બાદ ધુમ્મસ હટ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...