તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:પિતાની હત્યા કરનાર પુત્ર સહિત 2ના જામીન નામંજૂર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રએ પિતરાઈ ભાઈની મદદથી પિતા હત્યા કરી હતી

જોટાણાના ભટાસણ ગામે પતિ તેણીની પત્નિ ઉપર ચારીત્રયના ખોટા વહેમ રાખી મારઝુડ કરતા હોઇ પુત્રએ તેના પિતરાઇ ભાઇની મદદ લઇને ધારીયાના ધા મારી ગંભીર ઇજાઓ કરી પિતા જગદીશભાઇ દેવીપૂજકનું મોત નિપજાવ્યું હતું.

આ બનાવમાં મૃતકના પુત્ર વિનોદ જગદીશભાઇ દેવીપૂજક તેમજ સારૂક ખોડાભાઇ દેવીપૂજક સામે પોલીસ ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીને અટક કરી હતી. બાદમાં બંને આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજ મૂકતાં સરકારી વકીલ પરેશકુમાર કે દવેએ દલીલ કરી કે, પુત્રએ પોતાના સગા બાપને અદાવત રાખી તેના કુંટુબીભાઇ સાથે મળીને રાત્રે હિનતાભર્યુ કૃત્ય કર્યુ છે. સમાજમાં આવા આરોપીઓને જામીન આપવાથી લોકોને કાયદાનો ભય રહેશે નહીં,જેથી આરોપીના રેગ્યુલર જામીન રદ કરવાની દલીલ કરતાં ગ્રાહ્ય રાખી મહેસાણા એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ એમ.ડી.પાન્ડેની કોર્ટે બંનેજામીન અરજ નામંજુર કરી છે.

અન્ય સમાચારો પણ છે...