બેદરકારી:મહેસાણાન શહેરમાં ડેન્ગ્યુના રોગચારાએ માથું ઊંચક્યું, પાલિકાએ દવાનો છંટકાવ ન કરતાં સ્થાનિકો જાતે કામે લાગ્યા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિસનગર લિંક રોડ પર આવેલી ધર્મભૂમિ સોસાયટીમાં ડેન્ગ્યુના કેસ સામે આવ્યા
  • રહીશોએ તંત્રમાં જાણ કરી, તંત્રએ પાલિકાને દવાનો છંટકાવ કરવા સંપર્ક કરતા ટેલિફોન મુગા થયા

મહેસાણા શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા રોગો હાલની સિઝનમાં ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યા છે. શહેરમાં આવેલી ધર્મભૂમિ સોસાયટીમાં ડેન્ગ્યુના બે કેસ આવતા રહીશોએ દવાનો છટકાવ કરવા તંત્રને જાણ કરી હતી. જોકે, તંત્રએ પાલિકાને દવાનો છંટકાવ કરવા સંપર્ક કરાતા મહેસાણા પાલિકાના પડેલા ટેલિફોનમાં માત્ર ઘંટડીઓ જ રણકી હતી. કોઈએ ફોન ઉપાડ્યો ન હતો, જેથી આજે સ્થાનિકોએ જાતે ભેગા મળીને દવાનો છંટકાવ કર્યો હતો.

શહેરના વિસનગર લિંક રોડ પર આવેલી ધર્મભૂમિ સોસાયટીમાં ડેન્ગ્યુના રોગચારાએ માથું ઊંચક્યું છે. સોસાયટીમાંથી મળતી માહિતી પ્રમાણે, હાલમાં 2 ડેન્ગ્યુના કેસ નોંધાતા ત્યાંના સ્થાનિક રહીશોએ તંત્રને દવા છટકાવ કરવા રજૂઆત કરી હતી. જોકે, પાલિકા વિસ્તારમાં સોસાયટીમાં આવતી હોવાથી તંત્રએ મહેસાણા પાલિકામાં સમગ્ર મામલે કામગીરી કરવા ચીફ ઓફિસર અને પાલિકાના લેનલાઈન નંબર પર સંપર્ક કર્યો હતો. જ્યાં કોઈએ ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. જેથી આખરે કોઇની આશા રાખ્યા વગર સ્થાનિકોએ જાતે દવાનો છંટકાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...