રજૂઆત:મહેસાણામાં ડેન્ગ્યુ,ચિકનગુનિયાના કેસો વધતાં દવા છાંટો: પાલિકા વિપક્ષના નેતા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ વધી રહ્યા છે.રોગચાળામાં વધારો થયો હોઇ સત્વરે શહેરમાં સફાઇ અને દવા છંટકાવ કરવા નગરપાલિકામાં વિપક્ષ નેતાએ રજૂઆત કરી હતી.

નગરપાલિકા વિપક્ષ કોગ્રેસ નેતા કમલેશ સુતરીયાએ રજુઆત કરતાં કહ્યુ કે, શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગનુ઼ પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે.હમણા વરસાદના કારણે અનેક રોગોમાં વધારો થવાની શક્યાઓ રહી છે.પાલિકા દ્વારા શહેરમાં સફાઇ પાછળ વર્ષે લાખો,કરોડોનો કચરા નિકાલ માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કચરાના નિકાલમાં અને સફાઇની બાબતમાં કોઇ સુધાર જોવા મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...