તોડફોડ:મહેસાણાના ભાસરિયા ગ્રામ પંચાયતના મકાનમાં તોડફોડ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંઘણજ પોલીસે ગામના શખ્સ સામે ગુનો નોંધ્યો
  • ​​​​​​​કોમ્પ્યુટર, સાહિત્ય, ફિંગર પ્રિન્ટ મશીનને નુક્સાન

મહેસાણા તાલુકાના ભાસરીયા ગ્રામ પંચાયતના મકાનનું તાળુ તોડીને તોડફોડ કરી મિલકતને નુકસાન પહોંચાડાયુ છે. આ મામલે પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે ગામના ગુણવંત ઠાકોર સામે ફરિયાદ આપતા લાંઘણજ પોલીસે રૂપિયા 52,800 ના નુકસાનનો ગુનો નોંધ્યો હતો.

ભાસરીયા ગ્રામ પંચાયતના મકાનનું તાળુ તોડીને કોમ્પ્યુટર, કી-બોર્ડ, ફિંગર પ્રિન્ટ મશીનની તોડફોડ કરાઈ હતી. પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર વિષ્ણુજી ઠાકોરે ગામના ગુણવંત ઉર્ફે ગુલીયો શૈલેષજી ઠાકોર સામે આશંકા વ્યક્ત કરીને ગુરૂવારે સાંજે તેણે પંચાયતમાં આવીને ઓફિસ મોડા સુધી ચાલુ રાખીશ તો તને મારી નાખીશ અને રાત્રે કોમ્પ્યુટરના બધા સાધનો તોડી નાખુ છુ તેવી ધમકી આપી હોવાનુ જણાવતી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...