ક્ષત્રિય સમાજની ચીમકી:હિંમતનગર,ડીસા અને ખેરાલુ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજની માગ, ઉકળતા ચરુ જેવી સ્થિતિ

મહેસાણાએક મહિનો પહેલા
  • ભાજપ પણ ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં આપે તો વિરોધ કરવામાં આવશે

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં કોંગ્રેસ પોતાના 43 ઉમેદવાર જાહેર કરવામાં આવતા એ પૈકી ઉત્તર ગુજરાતની ત્રણ સીટો પર ક્ષત્રિય સમાજને નેતૃત્વ નહિ આપતા ક્ષત્રિય સમાજ હાલમાં આકરા પાણીએ જોવા મળી રહ્યો છે.ત્યારે કોંગ્રેસની જેમ ભાજપ પણ ક્ષત્રિય સમાજને નેતૃત્વ નહિ આપે તો તેનો પણ વિરોધ કરવાની ચીમકી ક્ષત્રિય સમજે ઉચ્ચારી છે.

ખેરાલુ,ડીસા,અને હિંમતનગરમાં ક્ષત્રિય સમાજે ટિકિટ માગી
હાલ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા છે.કોંગ્રેસ 43 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર ગુજરાતની ત્રણ સીટો જે ખેરાલુ,ડીસા,અને હિંમતનગર જ્યાં આગળ ક્ષત્રિય સમાજનો અને ઠાકોર સમાજનો ગઢ હોવાની વાત ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી હતી. આ બેઠકો પર કૉંગ્રેસે જે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં ફેરબદલ કરવાની માગ કરવામાં આવી છે.

ત્રણ બેઠક પર ઉમેદવારો બદલવામાં નહીં આવે તો કૉંગ્રેસના વિરોધની ચીમકી
અભિજીત બારડે જણાવ્યું કે હિંમતનગર,ખેરાલુ અને ડીસા આ જગ્યાના મેન્ડેડ બદલવા અમારી માગ છે.તેમજ આવનાર સમયમાં ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરી એક મેસેજ આપશે જ્યાં આગળ કોંગ્રેસના કોઈ કાર્યકરો હશે ત્યાં યાત્રા અને કાર્યક્રમોની બહિષ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવેશબંધીના બેનરો લાગશે અને જરૂર પડે રાજકીય બીજો વિકલ્પ પણ અપનાવીશું અગાઉ આ મામલે અમે રજુઆત કરી ચુક્યા છીએ એમ છતાં કોઈ પગલાં લેવાય નથી.

BJP પણ ક્ષત્રિય સમાજને નેતૃત્વ નહિ આપે તો વિરોધની ચીમકી આપી
વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી પણ ક્ષત્રિય સમાજ ને નેતૃત્વ નહિ આપે તો એનો પણ વિરોધ કરીશુ અને મજબૂતાઈ થી લડીશું. આજે ડીસા વિધાનસભાના મોભી આગેવાનો,હિંમતનગર વિધાનસભાના મોભી આગેવાનો,અને ખેરાલુ વિધાનસભા મોભી આગેવાનો જે ત્રણે સીટોનો ઉકડેલા ચરુ જેવી સ્થિતિ છે જ્યાં આગળ આક્રોશ ની લાગણી પ્રસરાય છે એટલે આ વિધાનસભાના મુખ્ય આગેવાનો એકત્રિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...