માંગ:ધારાસભ્યને અપશબ્દો બોલનાર જિ.પં.પ્રમુખના રાજીનામાની માંગ

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 જાન્યુઆરીએ જિ. પં.ની સામાન્ય સભા મળશે

મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા.18 જાન્યુઆરીને મંગળવારે મળશે. જેમાં વિપક્ષ તાજેતરમાં પ્રમુખ અને કડી ધારાસભ્યની વાતચીત મામલે પ્રમુખનો ઘેરાવો કરશે. તેમજ આ મામલે પ્રમુખના રાજીનામાંની માંગણી કરશે.

આગામી 18 મીએ મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભાને લઇ હાલમાં સદસ્યો પાસેથી પ્રશ્નોત્તરી મંગાવવામાં આવી રહી છે. વિપક્ષના હર્ષદકુમાર એ.પટેલએ રજૂ કરેલા 3 પ્રશ્નોમાં વિરોધ પક્ષના નેતા માટે ઓફિસ ફાળવવા તેમજ ત્રીજી લહેરને લઇ જિલ્લામાં આરોગ્યની શું વ્યવસ્થા કરાઇ છે તેવા પ્રશ્નો રજૂ કરાશે. આ ઉપરાંત તાજેતરમાં કડી ધારાસભ્ય સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો ક્લીપમાં નૈતિક અધ:પતન જણાતું હોઇ આ મામલે વિપક્ષના સભ્યો પ્રમુખના રાજીનામાંની માંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...