રજૂઆત:જિલ્લા પંચાયતમાં હેલ્થવર્કર સહિતની જગ્યાઓ પર ભરતી કરવા માગ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઈન્સપેક્ટર બેરોજગાર યુવા સમિતિનું આવેદન
  • જિલ્લામાં મેડિકલ લાઈનના 2 હજારથી વધુ યુવાનો બેરોજગાર હોવાનો દાવો

ગુજરાતની જિલ્લા પંચાયતોમાં MPHW, FHW, મુખ્ય સેવિકા, લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ સહિતની ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં પાંચ વર્ષથી ભરતી નહીં કરાતાં યુવાનો નોકરી વગર બેરોજગાર બન્યા છે. જે મામલે સોમવારે સેનેટરી ઈન્સપેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા ડીડીઓને આવેદનપત્ર આપી ભરતી કરવા માંગ કરાઈ હતી.

જિલ્લાના બેરોજગાર યુવાનોએ ડીડીઓને આપેલા આવેદનપત્રમાં જિલ્લા પંચાયતોમાં અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાઇ નહીં હોવાનો દાવો કર્યો છે. રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં MPHWની 2239, FHWની 4137, મુખ્ય સેવિકાની 1100 અને લેબ ટેક. તેમજ ફાર્માસિસ્ટની અનેક જગ્યાઓ ખાલી હોઇ તાત્કાલિક ભરતી કરવાની માંગણી કરી છે. નવેમ્બર-2016 બાદ એટલે કે પાંચ વર્ષથી ભરતી કરાઇ ન હોઇ યુવાનો બેરોજગાર બન્યા છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયતની મેડિકલ લાઈન સંબંધિત ભરતી માટે 2 થી 3 હજાર યુવાનો બેરોજગાર હોવાનો સમિતિએ દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...