રજુઆત:શાળાઓમાં પ્રવાસીની ભરતી બંધ કરી કાયમી શિક્ષકની ભરતી કરવા માંગ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોની વિદ્યાસહાયક ભરતીની જગ્યાઓ વધારવા રજૂઆત

મહેસાણામાં શીક્ષિત બેરોજગાર ઉમેદવારોએ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરવામાં આવી હતી. કલેકટર કચેરીએ બેનરો સાથે દેખાવ કરતાં ટેટ પાસ ઉમેદવારોએ નિવાસી અધિક કલેકટરને વિદ્યાસહાયક ભરતીની જગ્યાઓ વધારવા લેખિત રજુઆત કરાઇ હતી.

ટેટ પાસ ઉમેદવારોએ રાજ્યમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી ,કેવીરીતે ભણશે ગુજરાત, કેવીરીતે આગળ વધશે ગુજરાત તેવા પ્લે કાર્ડ રજુ કરીને શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઇ હતી.શિક્ષિત બેરોજગાર યુવાનોએ કહ્યુ કે, રાજ્યમાં ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં પૂરતી ભરતી કરાતી નથી.જેના કારણે ટેટ પાસ ઉમેદવારો બેરોજગાર રહ્યા છે ત્યારે સત્વરે વિદ્યાસહાયકોની જગ્યાઓ વધારવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...