તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મહેસાણામાં છેલ્લા દોઢ વર્ષથી ઠપ્પ રહેલા DJના વ્યવસાયને શરૂ કરવા મંજૂરી આપવા માગ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ધંધા રોજગાર શરૂ થયા તો પછી DJનો વ્યવાસય કેમ બંધ?I

મહેસાણા જિલ્લા સહિત ગુજરાત ભર માં કોરોના મહામારી દરમિયાન તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા જોકે બાદ માં કોરોના સંક્રમણ માં ઘટાડો થતા સરકાર દ્વારા ગાઈડલાઈન પ્રમાણે તમામ ધંધા રોજગાર ને છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ સાઉન્ડ DJ ના વ્યવસાય ને એક વર્ષ બાદ પણ છૂટ ના મળતા સંચાલકો બેકાર બન્યા છે. આજે મહેસાણા જિલ્લા માં DJ સાઉન્ડ ના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો એ પોતાના વ્યવસાય ફરી શરૂ કરવા અને છૂટછાટ આપવા રજૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા જોકે બાદ માં કોરોના કેસ ઘટના સરકારે કોવિડ 19 ગાઈડલાઈન બહાર પાડી ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષ અને આઠ માસ બાદ પણ સાઉન્ડ અને DJ સાથે જોડાયેલા વ્યવસાયકારોને છૂટછાટ ના મળતા બેકાર બન્યા છે.

જોકે તેઓ જણાવ્યું હતું કે અમારા વ્યવસાય ને કોઈ પ્રકારની છૂટછાટ ના મળતા અમારા પરિવાર પર આર્થિક મુસીબત આવી પડી છે જોકે સરકાર એ હાલ માં તમામ પ્રકારના વ્યવસાય ને પરવાનગી આપી છે પરંતુ સાઉન્ડ DJ ના વ્યવસાય ને કોઈ પ્રકારની છૂટ છાટ આપવામાં આવી નથી. જોકે સંચાલકો ને આવી પરિસ્થિતિમાં માં કામ મળવું અને કામ કરવું મુશ્કેલ બન્યું છે જોકે સરકાર ના નિયમો ને ધ્યાને લઇ અગાઉ વ્યવસાય બંધ કરી સરકાર નો સાથ આપ્યો હતો જોકે સંચાલકો ને આશા હતી કે દિવાળી પછી સરકાર તરફ થી તેઓ ના વ્યવસાય માટે કોઈ વિચારણા કરવામાં આવશે પરંતુ કોઈ પ્રકારની છૂટછાટ મળી નહોતી.

જોકે આવી વિકટ પરિસ્થિતિ માં સંચાલકો પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે જોકે હવે ચાલુ થતા પ્રશ્નગો માં સરકાર સાઉન્ડ અને DJ ની છૂટ આપે તો વ્યવસાય સાથે જોડાયેલા બધા લોકો ની રોજગારી ચાલુ થશે અને મુશ્કેલીઓ દૂર થશે એમ જણાવ્યું હતું. આગામી આવતા તહેવારો જેવા કે ગણેશ ચતુર્થી ,નવરાત્રી, થતા લગ્ન પ્રશ્નગો , અન્ય કાર્યક્રમો માં સાઉન્ડ એન્ડ DJ ના વ્યવસાય માટે છૂટ આપી જાહેરનામું બહાર પાડવા અંગે કલેક્ટર ને રજુઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...