રજૂઆત:મહેસાણામાં ટ્રાફિક સહિતની 4 માંગણીઓ પૂર્ણ કરવા માંગ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો

મહેસાણા શહેરમાં ગોપીનાળામાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે સીટી 1 અને 2નો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવો પડતો હોય છે તેમજ વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આ સમસ્યા હલ કરવા પોલીસ હેડક્વાર્ટરથી દૂધસાગર ડેરી રોડ (અમદાવાદ પાલનપુર હાઇવે) સુધી ઓવરબ્રીજ બનાવવા જગ્યા સંપાદિત કરી આપવી સહિત રેલવે મંજૂરીને સ્પર્શતી ચાર માંગણીનો લેખિત પત્ર પાલિકાના પ્રમુખ વર્ષાબેન એમ. પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવ્યો છે.

મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી સિવિલ પાછળ રેલવે પેરેલલ ગુરૂદ્વારા, દૂધસાગર ડેરી સુધી ઓવરબ્રિજ માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી છે.હાલ જૂની તારંગા રેલવે લાઇન બંધ છે અને પોલીસ હેડક્વાર્ટરથી સીધો હીરાનગર તરફ નીકળતો રસ્તો રેલવે હદમાં હોઇ નગરપાલિકાને રસ્તો બનાવાની એન.ઓ.સી આપવી.બ્રહ્માણી માતા મંદિર અને પ્રજાપતિ વાડી નજીક પસાર થતી રેલવે લાઇન નીચે ગરનાળુ બનાવવા મંજૂરી આપવા રજૂઆત કરાઇ છે. મહેસાણા શોભાસણ સેક્શન વચ્ચે અને મહેસાણા પાંચોટ સેક્શન નાળુ બનાવવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા હળવી થઇ શકે તેમ છે.આ બંને જગ્યાએ નાળાની તાતી જરૂરીયાત હોઇ બોક્ષ કલવર્ટ બનાવવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...