કોરોનાનું ગ્રહણ:દોરી-પતંગમાં 25% ભાવ વધતાં સ્ટોલ 125થી ઘટી 50 થયા, કોરોના રસીના પતંગની ડિમાન્ડ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 200 થી 225 જેટલી લારીઓમાં દોરી-પતંગનું વેચાણ થઈ રહ્યું છે

ઉત્તરાયણના છેલ્લા બે દિવસ સારી ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓને છે. કોરોના અને દોરી-પતંગમાં 25% ભાવ વધારાને લઇ દર વર્ષે 125-150 મોટા સ્ટોલની જગ્યાએ આ વખતે માત્ર 50 જ બન્યા છે. જોકે, લારીઓની સંખ્યા ડબલ થઇ ગઇ છે.

મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ, રાજમહેલ રોડ, ટાઉનહોલ, તોરણવાળી ચોક, બીકે સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં દોરી પતંગના સ્ટોલ આ વર્ષે ઓછા જોવા મળી રહ્યા છે. વેપારી પંકજભાઈ શાહે કહ્યું કે, કોરોનાના કારણે શહેરમાં દોરી પતંગના સ્ટોલ ઓછા થયા છે. છુટીછવાઇ લારીઓ વધી છે. દોરી પતંગના ભાવમાં તેજી હતી એટલે વેપારીઓએ 50 ટકા જેટલો માલ ખરીદ્યો છે.

વેપારી રફિકભાઈ ઘાંચીએ કહ્યું કે, દર વર્ષ કરતાં આ વખતે દોરી પતંગના મોટા સ્ટોલ 125થી ઘટીને 50 જેટલા થયા છે. જ્યારે 200 થી 225 જેટલી લારીઓમાં દોરી પતંગનું વેચાણ થઈ રહ્યું છે. પતંગ બજારમાં રામપુરી ચીલ, ખંભાતી અડદિયા પ્રિન્ટ તેમજ કોરોના રસીકરણ ચીલની બોલબાલા છે. જોકે કેટલીક પ્રિન્ટની કોડી પતંગ રૂ.150 થી 200 સુધી પણ વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...