મહેસાણામાં નગરપાલિકાના બિલાડી બાગ અને અરવિંદબાગમાં બે વર્ષ માટે રૂ. 25.19 લાખના ખર્ચે સાફ સફાઇ અને સંચાલન માટે સાઇં એન્ટપ્રાઇઝ એજન્સીને કામગીરી સોપાઇ હોવા છતાં બિલાડી બાગમાં સફાઇનો સંદતર અભાવ જોવા મળી રહ્યાની રાડ ઉઠી છે, અરવિંદબાગમાં તો સહેલગાએ આવતા લોકોને પીવાના પાણીની સુવિધાના અભાવે તરસ્યા રહેવુ પડે કે બહારથી પૈસા ખર્ચીને ઉનાળામાં પાણી પીવુ પડે તેવો ઘાટ સર્જાયો છે.
આવામાં બિલાડી બાગમાં કચરાના ઢગ અને સફાઇનો અભાવ પાલિકા પ્રમુખની મુલાકાતમાં પણ ધ્યાને આવતા વિભાગને સુચના અપાઇ હતી.આ દરમ્યાન બાંધકામ શાખાના ચેરમેન, વિપક્ષના નેતા દ્વારા પણ પાલિકાના મુખ્યઅધિકારી સમક્ષ ગુરુવારે બગીચામાં સાફ સફાઇ ન થતી હોઇ જરૂરી કાર્યવાહી કરવા અંગે મૌખિક રજુઆત થઇ હતી.જોકે આ અંગે ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, આ બે બગીચાના ચાર મહિનાનું કુલ રૂ. ચાર લાખના બીલ એજન્સીના આવેલા છે,તેમને જાન્યુઆરથી કામગીરી સોપાઇ છે અને હજુ એકપણ બીલ ચૂકવાયુ નથી.,ચકાસણી કરીને જરૂરી પગલા લેવાશે.
નગરપાલિકા વિપક્ષના નેતા કમલેશભાઇ સુતરીયાએ પાલિકામાં લેખિત આપતા કહ્યુ કે, બગીચાની મરામત અને નિભાવણીની કામગીરી એજન્સીને સોપાઇ છે પણ સંતોષકારક કામ કરાતુ નથી. લાખો રૂપિયા નગરપાલિકા બગીચા સફાઇ, નિભાવણી પાછળ ખર્ચ પરે છે પણ ટેન્ડર મુજબ શરતોનું પાલન થતુ નથી. બિલાડીગ બામાં ઘાસ સૂકાઇ ગયુ છે, ફુલછોડને પાણી ન પીવડાવતા કરમાઇ અને સૂકાઇ ગયા છે. બગીચામાં વાત ઉપર ઘાસ, છોડ ઉગી ગયા છેવોકીગ પથની સફાઇ કરી નથી તેમજ સુકા કચરાના ઠગલા પડ્યા છે.
સ્ત્રી પુરુષના બાથરૂમમાં જવા માટે રસ્તો પણ નથી.બાથરૂમમાં સફાઇના અભાવે ગંદકી સર્જાયેલી છે. બગીચામાં સિક્યુરીટી પણ મૂકાઇ નથી.બગીચામાં મોનીગ વોઘ કસરત કરવા અને આવતા શહેરીજનો તેમજ સહેલગાએ અને રમવા આવતા બાળકોને અસુવિધાઓ અંગે અનેક ફરીયાદો થયેલી છે છતાં કોઇ રાજકીય આગેવાનની છત્રછાયા હોઇ એજન્સીને નોટીસ આપવા છતાં કોઇ પ્રકારની બામગીરી કરાઇ નથી.તાત્કાલિક તપાસ કરી એજન્સી રદ કરી બીલ મંજુર ન કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
બીજી તરફ પાલિકાના પ્રમુખ વર્ષાબેન એમ. પટેલ દ્વારા બુધવારે બિલાડી બાગની મુલાકાત લેવાઇ હતી,જેમાં સફાઇ કરાવવા તેમજ પમ્પીગ સ્ટેશન સાઇડ ખાડા પુરાણ કરી ફેન્સીગ લગાવવા અને બ્લોક કરવા બાંધકામ શાખા અધિકારીને સુચના અપાઇ હતી.પ્રમુખે કહ્યુ કે, ગાયત્રી મંદિર કેનાલમાં ગંદુ પાણી જતુ હોઇ મુલાકાત લીધી હતી,નવુ પમ્પીગ સ્ટેશન તૈયાર થયુ અને જીઇબીમાં રૂ. 15 લાખ ભર્યા હોઇ અઠવાડીયામાં વીજ મીટર આવી જશે એટલે બિલાગી બાગમાં બીજુ પમ્પીગ સ્ટેશન કાર્યરત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.