ફરિયાદ:દેલા પાસે રસ્તો ઓળંગતી યુવતીને અથડાઇ બાઇક પલટ્યું, ત્રણને ઇજા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતી મહેસાણા કરિયાણું ખરીદી પરત ઘરે જતી હતી
  • યુવતી અને બાઇક પર સવાર પુરૂષ અને મહિલા ઘવાયાં

મહેસાણા તાલુકાના દેલા ગામની યુવતી બે દિવસ અગાઉ રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે વિસનગર તરફથી આવી રહેલા બાઇકે ટક્કર મારતાં તેણીને તેમજ બાઇક સવાર મહિલા અને પુરૂષને ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે ઇજાગ્રસ્ત યુવતીએ બાઇક ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દેલા ગામે ભટોળવાસમાં રહેતાં નયનાબેન કાનજીભાઇ ચૌધરી ગુરુવારે મહેસાણા ખાતે કરિયાણું ખરીદી સાંજે ઘરે પરત જવા મહેસાણા- વિસનગર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન વિસનગર તરફથી આવી રહેલા બાઇક (GJ 05 AB 6908) ના ચાલકે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં નયનાબેન સાથે બાઇક ચાલક અને પાછળ બેઠેલી મહિલાને ઇજા થઇ હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ મામલે ઇજાગ્રસ્ત યુવતીએ બાઇક ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...