રાવ:નગરપાલિકાને વોટ્સએપમાં મળેલી ફરિયાદોના નિકાલમાં વિલંબની રાવ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં નિકાલ કરવા શાખા અધિકારીઓને આદેશ

મહેસાણા શહેરમાં રોડ, પાણી, ગટર, સફાઇ સહિત વિવિધ જાહેર સેવાઓને લગતી ફરિયાદો નગરપાલિકાના વોટ્સએપ નંબર ઉપર કરાય છે. પરંતુ, શહેરીજનો દ્વારા કરાતી આ ફરિયાદોનો સમયસર નિકાલ કરાતો ન હોવાનું ધ્યાને આવતાં તમામ શાખાઓને ફરિયાદ મળ્યાના ત્રણ દિવસમાં નિકાલ કરવા તાકીદ કરતો કચેરી આદેશ કરાયો છે.

શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓને લગતી જાહેર ફરિયાદોમાં ઝડપથી કામગીરી થાય અને લોકોને કચેરી સુધી ન આવવું પડે તે માટે નગરપાલિકા દ્વારા વોટ્સએપ નંબર 98246 00400 જાહેર કરાયો છે. જેના પર પાલિકાની વિવિધ સેવાઓને લગતી ફરિયાદો શહેરીજનો કરતાં હોય છે.

પરંતુ આ ફરિયાદોનું સમયસર નિવારણ કરાતું ન હોવાનું ધ્યાને આવતાં પાલિકા સત્તાધીશોએ ગંભીર નોંધ લીધી છે. જેમાં હવે પછી તમામ શાખાને લગતી ફરિયાદ મળ્યેથી ત્રણ દિવસમાં તેનો નિકાલ કરવા જણાવાયું છે. આ બાબતે શહેરીજનો દ્વારા તેમની ફરિયાદો સમયસર નિકાલ નહીં થવાનું માલુમ પડશે તો કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવો કચેરી આદેશ દરેક શાખાને કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...