તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકુમ:સમર્પણ ક્રેડિટ સોસાયટીની મહિલા મેનેજરના આપઘાત કેસમાં આરોપીના જામીન નામંજૂર

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોકળગઢના પ્રદિપ ચૌધરીની બહુચરાજી પોલીસે ધરપકડ કરી હતી
  • સોસા.નાં નાણાં FX બુલ્સ કંપનીમાં રોક્યા બાદ પરત ન મળતાં આપઘાત કર્યો હતો

મૂળ વણાગલાની અને મહેસાણાની સમર્પણ ક્રેડિટ સોસાયટીના મહિલા મેનેજરના આત્મહત્યા કેસમાં જેલમાં રહેલા પ્રદિપ ચૌધરીની નિયમિત જામીન અરજી એડીશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. મેનેજરે આસજોલ પાસે નર્મદા કેનાલમાં આત્મ હત્યા કરતાં બહુચરાજી પોલીસે 3 સામે ગુનો નોંધી પ્રદિપ ચૌધરીનીને જેલહવાલે કર્યો હતો.

આસજોલ નર્મદા કેનાલમાં પડતા પહેલાં વીડિયો બનાવી સમર્પણ ક્રેડિટ સોસાયટીના મેનેજર જ્યોત્સનાબેન ચૌધરીએ આપઘાત કર્યો હતો. વિસનગર રહેતા પ્રદિપ સાલુભાઈ ચૌધરી, ખારાના કીર્તિ પારસંગભાઈ ચૌધરી અને એફએક્સ બુલ્સ કંપનીના દિક્ષિત સુથાર સામે બહુચરાજી પોલીસે ગુનો નોંધી પ્રદિપ ચૌધરીની ધરપકડ કરી હતી. જામીન માટે અરજી કરતા ન્યાયાધીશ એમ.ડી. પાન્ડેએ સરકારી વકીલ પરેશભાઈ કે. દવેની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રદિપ ચૌધરીના જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...