ઠંડો દિવસ:7.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર, મહેસાણામાં 8.5

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 11 વર્ષમાં ડિસેમ્બરમાં ઉ.ગુ.માં છઠ્ઠી રેકોર્ડબ્રેક ઠંડી
  • હજુ 1.2 ડિગ્રી તાપમાન ઘટશે તો 11 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી શકે છે

ઉત્તર ગુજરાતમાં સતત ચોથા દિવસે પણ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. રવિવારે મુખ્ય 5 શહેરોમાં 1 થી માંડી 2.5 ડિગ્રી સુધી તાપમાન ઘટતાં ઠંડીનો પારો 7.8 ડિગ્રીથી લઇ 10 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જો હજુ 1.2 ડિગ્રી તાપમાન ઘટશે તો 11 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ઠંડી 2.2 ડિગ્રી 14, ડિસેમ્બર 1986નો રહ્યો છે.

7.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજુ સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. 4.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ સાથે છેલ્લા 11 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં ઉ.ગુ.માં છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઇ હતી. શરીર જમાવી દેતી ઠંડીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ભરબપોરે પણ છાંયડામાં ઉભા રહેતા ધ્રુજારી છોડાવતી ઠંડી અનુભવાઇ હતી.

જેને લઇ લોકો સૂર્યપ્રકાશને શોધતા નજરે પડ્યા હતા. બપોરે તાપમાન 26 થી 27 ડિગ્રીની વચ્ચે રહેતાં સામાન્ય હૂંફ મળી હતી. જોકે, સાંજ પડતાં ફરી કડકડાવતી ઠંડી ફરી વળી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો આ દબદબો યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...