સુવિધામાં વધારો:મહેસાણામાં CCTV કેમેરા, વાઈફાઈ નેટવર્ક, ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ સાથેની સ્માર્ટ લાયબ્રેરીનું લોકાર્પણ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સ્માર્ટ લાયબ્રેરીમાં 55 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા ખાતે રૂ.1 કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરીનું લોકાર્પણ સાંસદ શારદાબેન પટેલના હસ્તે કરાયું હતું.

આ સ્માર્ટ લાયબ્રેરીમાં સીસીટીવી કેમેરા, વાઈ-ફાઈ નેટવર્કિંગ, ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ, રીફ્શરેશમેન્ટ ઝોન વગેરે સુવિધા છે. ગ્રંથાલયમાં 55 હજારથી વધુ પુસ્તકો છે. જેમાં સંદર્ભગ્રંથો, સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો, સાહિત્યના પુસ્તકો, બાળકોના પુસ્તકોનો સમાવેશ થાય છે. બ્રેઇલ વિભાગની પણ સુવિધા છે. 8 દેનિકપત્રો અને 28 જેટલા સામયિકો આવે છે.

આ પ્રસંગે સાંસદ તેમજ મણિભાઇ પ્રજાપતિએ પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત સાહિત્યના વિદ્વાન પ્રિ. ડૉ. મણિભાઈ પ્રજાપતિ, ગ્રંથાલય ખાતાના નિયામક ડો.પંકજ ગોસ્વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક બી.એમ. દેસાઇ, ગ્રંથપાલ સરકારી જિલ્લા પુસ્તકાલય એ.કે.ગોમેતી સહિત વાંચકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢમાં સરકારી ગ્રંથાલયને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...