તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સમર્પણ ક્રેડિટ સોસા. મેનેજર આપઘાત કેસનો આરોપી મુંબઈ એરપોર્ટથી ઝબ્બે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફએક્સ બુલ્સ કંપનીનો માલિક મહેસાણાનો દિક્ષિત સુથાર લંડન ભાગવા જતો હતો

મહેસાણાની સમર્પણ ક્રેડિટ સોસાયટીની મહિલા મેનેજરના આત્મહત્યા કેસના આરોપી દિક્ષિત સુથારને લંડન ભાગે તે પહેલાં મુંબઈ એરપોર્ટથી પોલીસે ઝડપી લીધો છે. ગાંધીનગર પોલીસ આરોપી પાસેથી પાસપોર્ટ જપ્ત કરી બહુચરાજી પોલીસને સોંપશે.

ઊંઝાના વણાગલાની અને સમર્પણ ક્રેડીટ સોસાયટીની ગર્ભવતી મેનેજરની આત્મ હત્યા અંગે ફરિયાદ નોંધાયા બાદ એફએક્સ બુલ્સ કંપનીનો માલિક દિક્ષિત સુથાર નાસતો ફરતો હતો. ગાંધીનગરના એક કેસમાં તેને જામીન આપ્યા બાદ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો હતો. પરંતુ, તેણે જમા કરાવ્યો નહોતો.

બહુચરાજીના ઈન્ચાર્જ પીઆઈ મુકેશ બારોટે કહ્યું કે, વણાગલાની યુવતીના આત્મહત્યા કેસમાં આરોપી પ્રદીપ ચૌધરીની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે. સેશન્સ કોર્ટે તેના જામીન ફગાવી દીધા છે. બીજા આરોપી કીર્તિ ચૌધરીએ ધરપકડ ટાળવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ત્રીજા આરોપી મહેસાણાના દીક્ષિત સુથારને મુંબઈ એરપોર્ટથી ઝડપી દિક્ષિતની ટ્રાન્સફર વોરંટથી લાવ્યા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...