તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:65 કરોડના ખર્ચે ગંદાનાળાથી દેદિયાસણનો 1200 મીટરનો ટુ-વે શોર્ટકટ રોડ પૂર્ણતાના આરે

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 મીટર સ્લેબનું કામ ચાલુ હોઇ રસ્તો ખુલતાં હજુ દોઢ મહિનો લાગશે, અંડરગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલ અને ડ્રેનેજ લાઇન નાખી તેની ઉપર દ્વિમાર્ગીય રોડ તૈયાર કરાયો

મહેસાણા શહેરમાં રાધનપુર રોડથી દેદિયાસણ રોડ નીકળતી ગંદા પાણીની કેનાલને દૂર કરી રૂ.65 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વરસાદી પાણી નિકાલ અને ડ્રેનેજ લાઇન નાખી તેની ઉપર દ્વિમાર્ગીય રોડ તૈયાર કરાયો છે. હાલમાં રાધનપુર રોડ સાઇડ 40 મીટરમાં સ્લેબનું કામ ચાલી રહ્યું છે અને આખાયે 1200 મીટરના તૈયાર રોડમાં ક્વોરિંગ અને ફિનિસિંગ સાથે દોઢ મહિનામાં વાહનો માટે આ શોર્ટકટ રસ્તો ખુલ્લો મૂકાશે તેવા સંકેતો માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બી.એસ. પટેલે આપ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ગંદા પાણીના નાળાનો નિકાલ થાય તેમજ વરસાદી અને ગટરના પાણીના સુનિયોજિત નિકાલ સાથે વાહન ચાલકોને રસ્તાની સગવડ મળે તે માટે રૂ. 65 કરોડનો પ્રોજેક્ટ રાધનપુર રોડ પર ગંદા નાળાથી દેદિયાસણ રોડ સુધી મંજૂર કરાયો હતો. છેલ્લા બે વર્ષથી ચાલતા પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું છે અને રાધનપુર રોડ સાઇડને સ્પર્શતી સોસાયટીઓનો નવો શોર્ટકટ રોડ આકાર પામ્યો છે. અત્યાર સુધી રાધનપુર રોડથી દેદિયાસણ જવું હોય તો વાયા રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી થઇ દેદિયાસણ તરફ જવામાં 4 થી 5 કિમીનું અંતર કાપવું પડતું હતું.

નવા શોર્ટકટ રસ્તાથી બે કિમી અંતર થઇ જશે. બંને સાઇડ 8-8 મીટરનો રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયો છે. હાલમાં રાધનપુર રોડ સાઇડ પાણી પુરવઠા લાઇનનું શિફ્ટિંગ ચાલુ છે, તેની સાથે જ માર્ગ-મકાન વિભાગ 40 મીટરના બાકી ભાગમાં સ્લેબ બનાવી રસ્તાને જોડતું કામ પૂર્ણ કરી દેશે.

અન્ય સમાચારો પણ છે...