તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે નવા 147 કેસ સામે 427 દર્દી ડીસ્ચાર્જ થયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં વધુ કેસ

મહેસાણા જિલ્લા માં 15 દિવસ બાદ નવા 147 પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર એ રાહત ના શ્વાસ લીધા હતા જિલ્લા માં ગત દિવસ માં સતત 400 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા જેમાં આજે જિલ્લા માં કોરોના માત્ર 147 કેસ નોંધાતા એક્ટિવ કેસ નો ગ્રાફ ઘટ્યો હતો

આજે નવા 147 પોઝિટિવ કેસ આવતા તંત્ર એ રાહત ના શ્વાસ લીધા હતા તેમજ આજે 427 દર્દીઓ કોરોના ને માત આપી ઘરે પરત ફર્યા હતા જિલ્લા માં એક્ટિવ કેસ ની સંખ્યા 4796 પાર થઈ છે.

બેચરાજી ગ્રામ્ય માં 6 ,જોટાણા ગ્રામ્ય માં 1, કડી શહેર માં 0 અને ગ્રામ્ય માં 9, ખેરાલુ સહેર માં 2 અને ગ્રામ્ય માં 13, મહેસાણા શહેર માં 33 અને ગ્રામ્ય માં 15, સતલાસણા ગ્રામ્ય માં 10, ઊંઝા ગ્રામ્ય માં 2, વડનગર શહેર માં 3 અને ગ્રામ્ય માં 6, વિજાપુર શહેર માં 3 અને ગ્રામ્ય માં 14, વિસનગર શહેર માં 22 અને ગ્રામ્ય માં 18, આમ કુલ 147 પોઝીટીવ કેસ નોંધાયા છે.

આજે મહેસાણા આજે માત્ર 5 સહેરો માં કોરોના ના કેસો સામે આવ્યા છે જેમાં આજે સૌથી વધુ કેસ 33 મહેસાણા શહેર માં નોંધાયા છે. જિલ્લા ના શહેરી વિસ્તારો માં આજે 63 પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે 84 પોઝીટીવ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...