તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોના કાળમાં એજ્યુકેશન લોનમાં ઘટાડો,ખેતી-ઉદ્યોગ લોનમાં વધારો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં ઉદ્યોગો,હાઉસિંગ,એજ્યુકેશન,નબળા વર્ગ પ્રાથમિક સેક્ટરોમાં બેંકલોન ધિરાણમાં કોરોના વર્ષમાં 38 ટકા વધારો

મહેસાણા જિલ્લામાં કોરોના વર્ષ 2020-21ની શરૂઆતમાં બેંકિંગ સેક્ટરમાં મંદ પડેલ લોન ધિરાણ પછી ગતિ પકડતાં બજારથી બેંકિગ સુધીના વ્યવહારો ઘબકતા થયા અને તેમાં વિકાસના ગ્રોથ એન્જીન માટેના પ્રાથમિક સેક્ટરો ખેતી,હાઉસિંગ, એજ્યુકેશન,નબળા વર્ગ, માઇક્રો,સ્મોલ,મિડીયલ ઉદ્યોગોમાં બેંકિગ લોન પાટા પર આવતુ ગયુ. એટલુ જ નહિ બે વર્ષની તુલના કરીએ તો વર્ષ 2019-20 કરતાં 2020-20માં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગ લોન પ્રમાણમાં 40 ટકા અને ખેતી લોનમાં 27 ટકાનો ગ્રોથ આવ્યો છે, તો હાઉસિંગમાં 13 ટકા અને એજ્યુકેશન લોન પ્રમાણ 15 ટકા ડાઉન થયુ છે.

એવરેજ તમામ પ્રાથમિક સેક્ટરોને આવરી લઇએ તો કોરોના વર્ષમાં લોન લેવાનું પ્રમાણ 38 ટકા વધ્યુ છે.કોરોનાની અસરો બજાર થી બેંક સુધી અપડાઉન પ્રમાણમાં વર્તાઇ છે.મહેસાણા જિલ્લાની નાનીમોટી તમામ બેંકોની કુલ 387 બ્રાન્ચો છે. આ બેંકિગના લોન સેક્ટરમાં વર્ષ 2019-20માં લોન ધિરાણ કરવા રૂ. 6700 કરોડના ટાર્ગેટ સામે રૂ. 5700 કરોડ લોન પ્રમાણ રહ્યુ હતું,જે ટાર્ગેટ પ્રમાણે 85 ટકા એચિવમેન્ટ થયુ હતું,.જ્યારે કોરોના વર્ષ 2020-21માં રૂ. 6800 કરોડ લોન ટાર્ગેટ સામે 7716 કરોડની લોન અપાઇ છે,જે ટાર્ગેટ થી 113.48 ટકા પ્રાપ્તિ નોધાઇ છે.જે પાછળા વર્ષ કરતાં 38 ટકા વધુ લોન ધિરાણ દર્શાવી જાય છે.અનુસંધાન પાના નં-3

કોરોનામાં વિદેશ અભ્યાસ પર અસર
સામાન્યરીતે દેશમાં અભ્યાસઅર્થે લોન રૂ.5 થી 10 લાખ સુધીની મેળવનારા વધુ હોય છે.વિદેશ અભ્યાસઅર્થે જવા રૂ.20 લાખથી વધુના લોન કેસ બેંકિગમાં આવતા હોય છે.પરંતુ કોરોનાના કારણે આ વર્ષે વિદેશ અભ્યાસમાં જતા વિદ્યાર્થીઓનો ઘસારો અોછો રહેતા લોન ડિમાન્ડ ઓછી થઇ છે તેમ મહેસાણા જિલ્લા બરોડા બેક લીડ મેનેજર દિપેન્દ્રસિગે કહ્યુ હતું.

ઉદ્યોગોમાં લોન પ્રમાણ વધ્યુ :
જિલ્લામાં એક કરોડથી ઓછા રોકાણના માઇક્રો ઉદ્યોગો ફુલ સ્પીડે વધી રહ્યા છે.વર્ષ 2019-20માં માઇક્રો એન્ટરપ્રાઇઝ સેક્ટરમાંથી 12628 એ લોન લીધી હતી, રૂ. 530 કરોડ લોન ટાર્ગેટ સામે 786 કરોડ લોન અપાઇ,જે 148.35 ટકા થાય છે.જ્યારે વર્ષ 2020-21માં માઇક્રોમાં 470 કરોડ લોન ટાર્ગેટ સામે 852 કરોડ લોન પ્રમાણ નોધાયુ છે,જે 181.66 ટકા રહ્યુ છે.માઇક્રો સેક્ટરમાંથી વર્ષ 2020-21માં 21815 લોનધારક નોધાયા છે.મહેસાણા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર દિલિપસિહ ચાવડાએ કહ્યુ કે, માઇક્રોમાં ફેબ્રિકેશન,મોટા ઓટોસર્વિસ,જોબવર્ક પાર્ટસ, ઓટો અને એન્સીલરી ઇન્ડસ્ટ્રીઝ માટે લોન કેસ વધુ રહ્યા છે.

કયા સેક્ટરમાં કેટલુ લોન ધિરાણ
- 2019-20માં ટાર્ગેટ સામે એચિવમેન્ટ(કરોડમાં )
સેક્ટરટાર્ગેટએચિવમેન્ટટકા-
એમ.એસ.એમ.ઇ1896174191.83 %
ખેતી લોન4077364190 %
હાઉસિંગ લોન47726055 %
એજ્યુકેશન લોન882225 %
અન્ય સમાચારો પણ છે...