તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:10 ઇંચથી ઓછો વરસાદ થતાં જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં.નાં પૂર્વ પ્રમુખ શીલાબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
  • પીલુદરાના ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાથી અસર ગ્રસ્ત જાહેર કરવા માગણી શરૂ થઈ છે. જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શીલાબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લાને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રોકડ સહાય ચુકવવા માંગ કરી છે.

જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ પોણા અગિયાર ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 10 પૈકી 4 તાલુકામાં 10 ઈંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીલાબેન પટેલે જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને ખેડ કરીને વાવેતર કરી દીધા છે. પરંતુ, વરસાદ ન થતાં દેવંુ થઈ ગયું છે. એકતરફ મોંઘવારી, કોરોના મહામારીના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ત્યારે જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રોકડ સહાય આપવા માંગ કરી છે.

દરમિયાન, મહેસાણા તાલુકાના પીલુદરા ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ગામને અસરગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. છેલ્લાં એક માસથી એક ઈંચ પણ વરસાદ પણ નહીં પડ્યો હોવાથી અડદ, મગ, તલ, ગવાર, બાજરી, કપાસ જેવા પાકને પાણી નહીં મળતાં સુકાઈ ગયા છે અથવા સુકાવાની તૈયારીમાં છે. હવે વરસાદ પડે તો પણ પાક નિષ્ફળ જવાની શક્યતા છે. તેથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી ખેડૂતોને વળતર ચુકવવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...