તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા 20 કેસ:જિલ્લામાં વધુ 5 કોરોનાગ્રસ્ત વૃદ્ધોનાં મોત

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા 6, કડી-5, ઊંઝા-3, વિજાપુર-બહુચરાજી 2-2, વિસનગર અને ખેરાલુમાં 1-1 કેસ
 • મહેસાણાનાં 2, વિસનગર, ઊંઝા અને બહુચરાજીના એક-એક દર્દીનાં મોત

જિલ્લામાં શુક્રવારે કોરોનાની સારવાર દરમિયાન 5 દર્દીઓના મોત થયાં હતાં. તો નવા 20 નવા કેસોમાં મહેસાણામાં 6, કડીમાં 5, ઊંઝામાં 3, વિજાપુરમાં 2, બહુચરાજીમાં 2 અને વિસનગર અને ખેરાલુમાં 1-1 દર્દી નોંધાતાં તમામને આઇસોલેટ કરાયા છે અને સંક્રમિતોના સંપર્કમાં આવેલા 620થી વધુ વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરી હતી. જિલ્લામાં 136 જેટલા કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓના શુક્રવારે સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા. જ્યારે 17 દર્દીઓ સ્વસ્થ થતાં કન્ટેન્ટ મેન્ટમાંથી બહાર આવ્યા હતા અને હજુ પણ 299 કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. 11 ગ્રામ્યમાં અને 9 શહેરી વિસ્તારમાં છે.

કોરોનાની સારવાર દરમિયાન શુક્રવારે 5 વૃદ્ધોનાં મોત થયાં છે અને તે તમામ 60 વર્ષ ઉપરના અને તે પૈકીના બે મહેસાણાના છે. મહેસાણાની શિવગંગા સોસાયટીમાં રહેતાં 75 વર્ષનાં સૂર્યાબેન, જ્યારે વિસનગર રોડ પર રોયલ રેસીડેન્સીમાં રહેતા 74 વર્ષીય રણછોડભાઇનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. વિસનગરના 72 વર્ષીય ભીખીબેન નાયક, ઊંઝાના 68 વર્ષીય રમણભાઇ પટેલ અને શંખલપુરના દર્દીનું પણ સંક્રમણ બાદ શ્વાસ લેવામાં ઉભી થયેલી તકલીફ વચ્ચે સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ કોરોના કેસોની સાથે મૃત્યુ દર ઘટી રહ્યાનું કહે છે, બીજી બાજુ મૃત દર્દીઓની વિગત પોર્ટલ પર ચઢેલી ન હોઇ આ બાબતે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દે છે.

10 વર્ષની કિશોરી કોરોના સંક્રમિત બની
મહેસાણા :

ધોબીઘાટ (52)(મહિલા)
નીલકંઠ મહાદેવ રોડ (41)(મ)
ઉંચીશેરી (68)(પુરૂષ)
દેવરાસણ (10)(મહિલા)
બોરિયાવી (35)(પુરૂષ)
પીલુદરા (48)(પુરૂષ)

કડી :
કડી (65)(મહિલા)
કડી (35)(પુરૂષ)
ડાંગરવા (53)(મહિલા)
ધુમાસણ (70)(મહિલા)
વામજ (60)(પુરૂષ)

ઊંઝા :
કન્યા છાત્રાલય રોડ (59)(મ)
ઊંઝા (59)(પુરૂષ)
રામબાગ (32)(મહિલા)

વિજાપુર :
ટેચવા (65)(પુરૂષ)
મોતીપુરા (60)(મહિલા)

બહુચરાજી :
ડોડીવાડા (37)(પુરૂષ)
મોટપ (35)(પુરૂષ)

ખેરાલુ : જોરપુર (16)(મહિલા)

વિસનગર :
કમાણા ચોકડી (55)(પુરૂષ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો