તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ દરમાં વધારો:મહેસાણા જિલ્લામાં મૃત્યુ દર ઉંચો આવ્યો, એપ્રિલ મહિનામાં 1281 ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્મદરના સર્ટિફિકેટ નીકળવા માટેની આવતી અરજીઓમાં ઘટાડો

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર પહેલા મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળતો હતો. જેમાં તેમજ જેમ જેમ કોરોના કહેર ફરી શરૂ થઇ તેવા સમયમાં ક્યાંકને ક્યાંક મહેસાણા જિલ્લામાં મૃત્યુ દર ઉંચો આવ્યો છે. જેની સામે જન્મદરના સર્ટિફિકેટ નીકળવા માટેની આવતી અરજીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે કોરોના સમય ગાળા દરમિયાન જન્મ દર કરતા મૃત્યુ દરમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનામાં 1281 ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરાયા છે.

અનેક પરિવારોએ પોતાના સ્વજનો ખોયા છે

મહેસાણા શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાએ ઉથલો માર્યો છે. જેમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ખોયા છે. ત્યારે આવા સમયમાં કોરોના જેવી મહામારી ઉદ્ભવતા મૃત્યુઆંકમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. મહેસાણા નગરપાલિકામાં છેલ્લા ચાર મહિનાની અંદર ડેથ સર્ટિફિકેટના આંકડાઓ જોતા છેલ્લા ત્રણ મહિનામાં મૃત્યુ આંક વધ્યો છે. જેમાં માત્ર મહેસાણા શહેરની અંદર પાલિકામાં છેલ્લા ચાર મહિનામાં ડેથ સર્ટિફિકેટ માટે કુલ 2676 અરજીઓ આવી હતી.

જેમાં જાન્યુઆરી મહિનામાં 255, ફેબ્રુઆરીમાં 456, માર્ચ મહિનામાં 684 અને એપ્રિલ મહિનામાં 1282 ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જેની સામે જન્મની નોંધણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...