ચકચાર:મહેસાણાની ગોઝારિયા હોસ્પિટલમાં તરછોડાયેલા નવજાત બાળકનું મોત

આંબલિયાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાળકને તરછોડનાર જનેતા સામે પંથકમાં ફિટકારની લાગણી

મહેસાણા તાલુકાના ગોઝારિયાની સાર્વજનિક હોસ્પિટલમાં તરછોડાયેલ નવજત બાળકનું ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન મોત થવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.હોસ્પિટલના બાથરૂમમાં કોઈ અજાણી મહિલા દ્વારા મંગળવારે સાંજના સુમારે ત્યજી દીધેલું તાજુ જન્મેલ બાળક મળી આવ્યું હતું.

હોસ્પિટલના મંત્રી શોભનાબેન શાહના માર્ગદર્શન હેઠળ મેડિકલ ટીમ દ્વારા બાળકને સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે મેડિકલ ચેકઅપમાં ફેફસાની તકલીફ જણાતા નાના બાળકો માટે જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ સારવાર ઉપલબ્ધ ના હોવાથી બુધવારના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસના સહયોગથી રિફર કરવામાં આવ્યું હતું.

આમ હોસ્પિટલ તેમજ લાંઘણજ પોલીસના અથાગ પ્રયત્નો છતાં કુદરત સામે લાચાર હોય તેમ મોડી રાત્રે સિવિલમાં સારવાર ચાલુ હતી તે દરમિયાન કરૂણ મોત થયાના સમાચાર સામે આવતા પી.એસ.આઇ સહિતના સ્ટાફ સ્તબધ થઈ ગયા હતા. દુનિયામાં બાળક પોતાની દુનિયા જોવે તે પૂર્વે જ પોતાની જનેતા દ્વારા તરછોડવામાં આવતા મોત થવા પામ્યું છે અને પોલીસ તંત્ર દ્વારા પણ આ બાળકની જનેતાને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આવું કૃત્ય કરનારને પણ કડક સજા કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...