તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પગ એક્સિલેટર ઉપર આવતાં કાર ટ્રેલર પાછળ ભટકાતાં ચાલકનું મોત

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં કચ્ચરઘાણ વળી ગયો - Divya Bhaskar
ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં કચ્ચરઘાણ વળી ગયો
  • મોઢેરા સૂર્યમંદિર પાસે રોડ સાઇડે પાર્ક ટ્રેલર પાછળ કાર ઘૂસી

બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે રવિવારે રાત્રે સૂર્યમંદિર નજીક હાઇવે પર પાર્કિંગ કરેલા ટ્રેલરની પાછળ બેકાબૂ કાર અથડાતાં તેના ચાલકનું મોત થયું હતું. મોઢેરાના વતની અને પાટણ ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતા જગમાલ ભાઇ બેચરભાઈ ચૌહાણ (56) રવિવારે રાત્રે 8-30 વાગે સમાજની મિટિંગમાં પાટણ ખાતે હાજરી આપી પરત મોઢેરા આવી રહ્યા હતા.

આ સમયે તેમનો પુત્ર સુનિલ ચૌહાણ હાઈવે સ્થિત રામદેવ પીરના મંદિરે ઉભો હતો અને તેણે કાર (GJ 02 CG 5185) ઘરે મૂકી આવવા કહ્યું હતું. આથી જગમાલભાઇ ગાડી ચાલુ રાખી નીચે ઉતરતા હતા, તે સમયે તેમનો પગ એક્સિલેટર ઉપર અચાનક આવી જતાં કાર પૂરઝડપે ભાગી હતી અને કંટ્રોલ કરે તે પહેલાં રોડ પર ઉભેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. જેમાં કારચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર સુનિલભાઈ ચૌહાણે મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...