કોરોના કહેર:વિસનગર નૂતન કોલેજના ડીન, હિટાચી કંપનીના કર્મીને કોરોના, મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 98 એ  પહોંચી

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ
  • કડીની હિટાચી કંપનીમાં ટેમ્પરેચર માપનારા સેફ્ટી કર્મચારી પોઝિટિવ, નૂતન કોલેજના ડીનના સંપર્કમાં આવનારા છ જણને ક્વોરન્ટાઈન કરાયા

મહેસાણા જિલ્લામાં વધુ બે કોરોનાના કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના આંક 98 એ પહોંચ્યો છે.જેમાં કડીના કરણનગરમાં આવેલ હિટાચી કંપનીની લેબમાં સેફ્ટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે. આ કર્મચારીના સંપર્કમાં આવેલા 10 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા તજવીજ હાથ ધરાઇ છે.સાથોસાથ પ્રોનોબકુમાર કોનાથી સંક્રમિત થયો તે સંબધે તપાસ હાથ ધરાઇ છે.બીજી તરફ વિસનગર નૂતન હોસ્પિટલના ડીન કોરોનાની ઝપટમાં આવતાં મેડિકલ કોલેજમાં તેમની સાથે કામ કરતા છ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ડીન ગત 21 મે 2020ના રોજ વિસનગર અાવ્યા હતા ત્યારબાદ તેમને તાવની અસર થતાં તેઓ આવ્યા નથી.

કડીના કરણનગરમા આવેલ હિટાચી કંપનીમાં એન્વાયરમેન્ટ સેફ્ટી વિભાગમાં ફરજ બજાવતા 45 વર્ષિય પ્રોનોબકુમાર અહી કામ કરતા કર્મચારીઓનુ ટેમ્પરેચર માપવા સહિતની કામગીરી કરતા હતા.બે દિવસ અગાઉ તેઓ બિમાર પડતા  અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યા તેમનુ સેમ્પલ લેવાતાં ગુરૂવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પોઝિટિવ રિપોર્ટ આવ્યાની જાણ થતા જ કડી બ્લોક હેલ્થ ઓફિસર સ્ટાફ સાથે હિટાચી કંપની પહોંચ્યા હતા. સંક્રમિત યુવાન કંપનીના ક્વાટર્સમાં એકલો જ રહેતો હોઇ આરોગ્ય વિભાગે તેના સંપર્કમા આવેલા વ્યક્તિઓની યાદી બનાવી હતી.જેમા તે 10 વ્યક્તિઓના ક્લોઝ સંપર્કમા આવ્યો હોવાનુ ખુલતા તમામને ક્વોરન્ટાઇન કરવા તજવીજ હાથધરાઇ છે.સાથોસાથ પ્રોનોબકુમાર કોનાથી સંક્રમિત થયો તે સંબધે તપાસ હાથ 
ધરાઇ છે.
વિસનગર: વિસનગર નૂતન મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવતા ડો.ભરતભાઇ શાહ અમદાવાદથી વિસનગર અપડાઉન કરતા હતા.  જેમને તાવની અસર રહેતી હોવાથી અમદાવાદમાં જ રીપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવતાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. જે અંગેની જાણ આરોગ્ય વિભાગને થતાં અગમચેતીના ભાગરૂપે તંત્રઅે મેડિકલ કોલેજમાં તેમની સાથે કામ કરતા છ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં અાવ્યા છે. ડીન ગત 21 મે ના રોજ વિસનગર આવ્યા હતા ત્યારબાદ વિસનગર 
આવ્યા નથી.

મહેસાણા સાંઇ ક્રિષ્ણામા 14ના સેમ્પલ લેવાયા

જિલ્લા આરોગ્ય વિભાગે બે દિવસ દરમિયાન લીધેલા 74 સેમ્પલનુ પરિણામ હજુ પેન્ડીંગ છે અને ગુરૂવારે 61 સેમ્પલ લેવાયા હતા.જે પૈકી મહેસાણા સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમા 14 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા.જેમા મહેસાણા તાલુકામા સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમા આવેલા વ્યક્તિઓને લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હોવાનુ જાણવા મળ્યુ છે.

10 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા 
ગુરૂવારે ખેરવા ખાતે ગીતાંજલી હોસ્ટેલ ખેરવા ખાતે થી 8 દર્દી અને વડનગર કોલેજ ખાતેથી 2 દર્દી મળી 10 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેમને રજા અપાઈ છે.હોસ્પિટલના સ્ટાફે તેમનું તાળીઓથી સ્વાગત કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...