તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:વિસનગર નૂતન કોલેજના ડીન અને હિટાચી કંપનીના કર્મીને કોરોના,અરવલ્લીમાં 1 કેસ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં વધુ બે કોરોનાના કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના આંક 98 એ પહોંચ્યો છે.જેમાં કડીના કરણનગરમાં આવેલ હિટાચી કંપનીની લેબમાં સેફ્ટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ છે. બીજી તરફ વિસનગર નૂતન હોસ્પિટલના ડીન કોરોનાની ઝપટમાં આવતાં મેડિકલ કોલેજમાં તેમની સાથે કામ કરતા છ સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં અાવ્યા છે. કડીના કરણનગરમા આવેલ હિટાચી કંપનીમાં એન્વાયરમેન્ટ સેફ્ટી વિભાગમાં ફરજ બજાવતા 45 વર્ષિય પ્રોનોબકુમાર અહી કામ કરતા કર્મચારીઓનુ ટેમ્પરેચર માપવા સહિતની કામગીરી કરતા હતા.તેમનુ સેમ્પલ લેવાતાં ગુરૂવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સાથોસાથ પ્રોનોબકુમાર કોનાથી સંક્રમિત થયો તે સંબધે તપાસ હાથ ધરાઇ છે.

મોડાસામાં કોરોનાગ્રસ્ત મહિલાના પુત્રને કોરોના
મોડાસા શહેરના ભાગોળ વિસ્તારમાં રહેતા અને મોડાસામાં કોવિડ- 19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલા કોરોનાગ્રસ્ત મહિલાના 34 વર્ષિય પુત્ર ઈરફાન ગુલામ મહંમદ સુથારને કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતાં શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 32 થવા પામી છે અને જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા 111એ પહોંચી છે. 

અન્ય સમાચારો પણ છે...