સનદ:બાર કાઉન્સિલ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદત વધારીને 25 સપ્ટેમ્બર કરાઈ

ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ વધુ 10 દિવસ લંબાવાઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરના બદલે મુદત વધારીને 25 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. કાયદા શાખામાં સ્નાતક થયા બાદ બાર કાઉન્સીલની સનદ મેળવવા માટે વર્ષ 2009 પછી ઓલ ઈન્ડિયા બાર કાઉન્સીલની પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરાઈ છે.

હાલમાં ઓલ ઈન્ડીયા બાર કાઉન્સીલ એક્ઝામીનેશન અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. જો કે, કેટલાંક કારણોસર ઓલ ઈન્ડીયા બાર કાઉન્સીલની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 10 દિવસ લંબાવાઈ હોવાનું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોરભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે, 15 સપ્ટેમ્બરની મુદતમાં 10 દિવસ વધારીને છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...