કામગીરી:મહેસાણા શહેરમાં 10 કરોડના ખર્ચે તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઇટિંગનું કામ પૂરું કરવા 15 જુલાઇની ડેડલાઇન

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણીના રાજકીય માહોલમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાશે

મહેસાણા પાલિકા દ્વારા રૂ.10 કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડનું તમામ સિવિલકામ પૂરું થઇ ગયું છે અને હાલમાં રૂ. 4.5 કરોડના ખર્ચે વીજળીકરણની કામગીરી ચાલી રહી છે. એજન્સીને વર્કઓર્ડર મુજબ 15મી જુલાઇ સુધીમાં ગ્રાઉન્ડમાં લાઇટિંગ સાથે વીજળીકરણનું કામ પૂર્ણ કરવા ડેડલાઇન અપાઇ હોઇ ચોમાસામાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થઇ જશે. જોકે, ગ્રાઉન્ડ સંચાલન માટે કરાયેલ ટેન્ડર રદ કરાયા પછી નવા આયોજન માટેની પ્રક્રિયા મંથરગતિએ હોઇ તેનું લોકાર્પણ વિધાનસભાની ચૂંટણીના રાજકીય માહોલમાં કરાય તેવી ચર્ચા છે.

શહેરમાં અદ્યતન સુવિધા સંપન્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કુલ રૂ.15 કરોડના ખર્ચે પૂર્ણતાના આરે છે. આ દરમિયાન કોચિંગ દર સહિતના પ્રશ્નોને લઇ પરામર્શના અંતે પાલિકા દ્વારા ગ્રાઉન્ડ સંચાલન અને નિભાવણી માટેનું ટેન્ડર રદ કરી રાજ્યના અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેવા પ્રકારના સંચાલન વ્યવસ્થા કરાઇ છે તેનો અભ્યાસ કરી આયોજન કરવાનું નક્કી કરાયું હતું. જોકે, હજુ પાલિકારાહે ગ્રાઉન્ડ સંચાલન વ્યવસ્થા માટે નવેસરથી આયોજનની પ્રક્રિયા મંથરગતિએ રહી છે. ત્યારે ચોમાસુ દસ્તક દઇ રહ્યું હોઇ ગ્રાઉન્ડ સંચાલન બાબતે આયોજન કરવાનો સમય મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...