મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ હદમાંથી બે અજાણ્યા પુરૂષની લાશો મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં બે લાશોને પોલીસે પીએમ કરાવી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની કાર્યવાહી કરી હતી તેમજ મૃતકોન પરિવાર જનોને શોધવા તપાસ આદરી છે. મહેસાણા શહેરમાં આવેલા સોમનાથ રોડ અને રેલવે સ્ટેશન વિસ્તાર માંથી 42 વર્ષીય અને 50 વર્ષીય ઉંમરના અજાણ્યા પુરુષ ની લાશો મળી આવી છે.જેમાં 42 વર્ષીય પુરુષ 5.7 ફૂટ ઊંચાઈ અને શરીરે આસમાની કલર ની શર્ટ પહેરેલ છે.આ આ વ્યક્તિના મૃત દેહનો પીએમ કરાવી હાલમાં વડનગર હોસ્પિટલ માં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.
સોમનાથ પુલ નીચે 50 વર્ષીય ઉંમર ધરાવતા વ્યક્તિની લાસ મળી
મહેસાણા શહેર માં આવેલ સોમનાથ રોડ પુલ નીચે આવેલ ઘનશ્યામ સોસાયટી સામે પડેલા અજાણ્યા પુરુષ ની લાસ મળી આવતા 108 મારફતે મહેસાણા સિવિલ લાવવામાં આવ્યો.જ્યાં સારવાર દરમ્યાન મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ ના જણાવ્યા પ્રમાણે મૃતક નું નામ કડીયા શૈલેષ ઉંમર 50 છે જોકે મૃતક નું સરનામુ અને વાલીવરસો ન મળતા પીએમ કરાવી મહેસાણા સિવિલ માં આવેલ કોલ્ડ સ્ટોરેજ મા રાખવામાં આવ્યો છે તેમજ બને મૃતકોન પરિવાર ની જાણ કોઈ પણ વ્યક્તિને થાય તો મહેસાણા એ ડિવિઝન પોલીસને જાણ કરવા સૂચના પણ અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.